Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈસ્લામિક સ્ટેટે ગુજરાતના તબીબને માથુ કાપવાની ધમકી આપી

ઈસ્લામિક સ્ટેટે ગુજરાતના તબીબને માથુ કાપવાની ધમકી આપી
, શનિવાર, 1 એપ્રિલ 2017 (12:54 IST)
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂંખાર ISISના એજન્ટો સક્રિય થતા ચિંતાનો વિષય બન્યો છે. ચોટીલાના ડુંગરને ઉડાવી દેવાના કાવત્રાનો પોલીસ પર્દાફાશ કરી દીધો છે. ત્યારે હવે સુરેન્દ્રનગર શહેરના જાણીતા અને WHOના સભ્ય એવા સંશોધક વૈજ્ઞાનિક ડૉકટરને ISISના નામનો પત્ર લખી માથું કાપવાની ધમકી આપતો પત્ર મળતા દોડધામ મચી ગઇ છે. સુરેન્દ્રનગરમાં રહેતા અને બાયો ટેકનોલોજીના ક્ષેત્રમાં આગવી રીતે સંશોધન કરીને વિશ્વ કક્ષાએ પોતાનું નામ ધરાવતા ડો.મુકેશભાઇ શુકલના ઘરે એક અરબી ભાષામાં લખેલો પત્ર આવ્યો હતો.

આ પત્ર ISISના નામે લખાયો હતો. જેમાં ડો.શુકલે એચઆઇવી પર સંશોધન કરીને દવાની પેટેન્ટ મેળવી છે. જે પેટન્ટ પોતાને આપી દેવાની ISISએ માંગણી કરી છે. તદઉપરાંત મેલેયરિયા સહિતના રોગોની ફોર્મ્યુલા આપવાનો ઉલ્લેખ કર્યો છે. અને જો તેમ કરવામાં નહી આવે તો ગળું કાપી નાખવાની ધમકી આપી છે. આટલુ જ નહી પરંતુ આ દવાની પેટન્ટ વેચીને તેમાંથી મળતા રૂપિયા આતંકવાદ માટે વાપરવાનું પણ જણાવ્યુ હતું. પત્ર મળતાની સાથે ડઘાઇ ગયેલા ડો.મુકેશ શુકલએ જણાવ્યું છે કે, આજથી એકાદ વર્ષ પહેલા મારૂ ઇ-મેલ આઇડી હેક કરવામાં આવ્યુ હતું. તેમાં મેં કરેલા એઇડ્સ, લીવર, કેન્સર, કોલેસ્ટોરેઇલ અને મેલેરીયા વિષેના સંશોધન તથા અમેરિકા સાથે થયેલા તમામ કરારની વિગતો તેમની પાસે પહોંચી ગઇ હશે. અને તે પેટન્ટ મેળવવા માટે મને ધમકી આપતા હોય તેમ બની શકે. આ બાબતે મેં પોલીસને પણ જાણ કરી છે. અરબી ભાષાના ધમકીભર્યા પત્રની જિલ્લા પોલીસવડાને પણ જાણ કરાઈ છે.
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચૈત્ર માસમાં લીમડાના મોરનું સેવન આરોગ્ય માટે લાભદાયી