Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહિલા દિવસ વેબદુનિયા સ્પેશ્યલ દૈનિક મજૂરીથી લઈને પદ્મશ્રી મળતા સુધી ભીલ ચિત્રકાર ભૂરીબાઈના સંઘર્ષની સ્ટોરી

webdunia
સોમવાર, 8 માર્ચ 2021 (15:39 IST)
મહિલા દિવસ વેબદુનિયા સ્પેશ્યલ દિહાડી મજૂરથી પદ્મશ્રી મળતા સુધી ભીલ ચિત્રકાર ભૂરીબાઈના સંઘર્ષની સ્ટોરી  જેમણે પોતાની લગન અને મહેનતના બળ પર એક ખાસ મુકાબ હાસિલ કરવા ઉપરાંત આજે દેશ દુનિયામાં એક રોલ મોડલના રૂપમાં પણ ઓળખાય છે. 
 
દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત મધ્યપ્રદેશની ભીલ મહિલા ચિત્રકાર ભૂરીબાઈના જીવનની સ્ટોરી તેમની પેટિંગના રંગોની જેમ જીવનમાં અનેક રંગોથી ભરેલી છે. ભોપાલથી સેંકડો કિલોમીટર દૂર આદિવાસી બાહુલ્ય જીલ્લા ઝાબુઆની મૂળરૂપમાં રહેનારી ભૂરીબાઈનુ જીવન સંઘર્ષથી સફળતા એવી સ્ટોરી જેને સાંભળીને રૂંવાટા ઉભા થઈ જાય છે. 
 
વર્તમાનમાં રાજધાની ભોપાલના જનજાતીય સંગ્રહાલયમાં ચિત્રકારના રૂપમાં કામ કરનારી ભૂરીબાઈ એક એવી આદિવાસી મહિલા કલાકારનુ નામ છે જેમને પોતાના પરિશ્રમના બળ પર મજુરીથી લઈને પદ્મશ્રી સન્માન સુધીની યાત્રા નક્કી કરી છે.  કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસના અવસર પર ભીલ શૈલીના ચિત્રો માટે જાણીતી ભૂરીભાઈને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. 
 
વેબદુનિયા સાથેની વાતચીતમાં ભૂરીબાઈએ પોતાના સંઘર્ષથી ભરેલા જીવનની સ્ટોરી શેયર કરતા કહ્યુ છે કે તે મજૂરીની શોધ માટે 45 વર્ષ પહેલા ઝાબુઆના પોતાના ગામ પિઠોલથી નીકળીને ભોપાલ આવી હતી. ભોપાલ આવતા સૌ પહેલા તે  સમય બની રહેલ ભારત ભવનમાં તેને ઈટ ગારો ઉઠાવવાનુ કામ મળ્યુ.  અહી તેમની મુલાકાત જાણીતા કલાકાર જે સ્વામીનાથન સાથે થઈ. ભારત ભવનના નિદેશક રહેલા સ્વામીનાથને તેમની સાથે તેમના સમાજના રીતિ રિવાજો પૂજા પાઠ સાથે ભીલોના રહેનસહેન વિશે વાત કરી. 
 
ભૂરીભાઈ સ્વામીનાથ સાથે પ્રથમ મુલાકાતમાં થયેલ વાતોને શેયર કરતા કહે છે કે સ્વામીનાથનજીએ તેમના રીતિ રિવાજો વિશે જણાવ્યા પછી એ સમયે કામ કરી રહેલ બધા મજૂરોને ભીલ આર્ટ બનાવીને બતાવવાનુ કહ્યુ.   સ્વામીનાથનની પેટિંગ બનાવવાની વાત પર કોઈ તૈયાર ન થયુ તો પોતાની બહેનના કહેવાથી તે ભીલ આર્ટ બનાવવા માટે તૈયાર થઈ. ત્યારબાદ તેણે ખૂબ સંકોચ અને ભય સાથે પહેલી પેટિંગ બનાવી. 
 
એ દિવસને યાદ કરતા ભૂરીબાઈ કહે છે કે સ્વામીનાથનજીએ તેમને ભારત ભવનના ભોયરામાં જ્યારે પેટિંગ બનાવવાનુ કહ્યુ તો તેમને ગભરાઈને ભોયરામાં જવાની ના પાડી દીધી અને ભારત ભવની ઉપર બેસી પહેલીવાર ભીલ કલાની પૈટિંગને બનાવી.  તેમની પેટિગથી સ્વામીનાથન ખૂબ ખુશ થયા  અને તેમની પાસે પાંચ દિવસ પેટિંગ બનાવડાવી અને તેમને 50 રૂપિયા આપ્યાૢ  ત્યારબાદ આ પ્રક્રિયા સતત ચાલતી રહી અને સ્વામીનાથન તેમની પાસેથી સતત પેટિંગ બનાવડાવતા રહ્યા અને તેને તેની મહેનતના પૈસા પણ આપતા રહ્યા. આ દરમિયાન તે ચિત્રકારી સાથે મજૂરી પણ કરતી રહી. 
 
ત્યારબાદ સ્વામીનાથને જીએ જ તેની કલાને આખી દુનિયામાં ઓળખ અપાવી. ભૂરીબાઈ આજે પણ પોતાના ગુરૂ સ્વામીનાથનને યાદ કરતા કહે છે કે મને આજે પણ લાગે છે કે તે મારી આસપાસ જ છે. તેઓ જ્યા પણ છે ત્યાથી મને જોઈ રહ્યા છે અને મને આશીર્વાદ આપી રહ્યા છે. તેઓ કહે છે કે તે પોતાના ગુરૂ સ્વામીજીને એક દેવના રૂપમાં માને છે. 
 
 
ભૂરીબાઈ પોતાના જીવનમાં આવેલ દરેક ઉતાર ચઢાવને શેયર કરતા કહે છે કે એક સમયે તેમણે જીવનની આશા જ છોડી દીધી હતી. દવાઓના રિકેશનથી તે ગંભેર બીમારીના ચપેટમાં આવી ગઈ અને ચાર વર્ષ સુધી પથારીમાંથી ઉઠી ન શકી. આદરમિયાન તેના સગાસંબંધીઓ અને પરિવારના લોકોએ તેના જીવનની આશા જ છોડી દીધી હતી. ત્યારબાદ તે ખૂબ સંઘર્ષ પછી 2002માં તેમને લોક કલા પરિષદમાં નોકરી મલી અને ત્યારથી તે અત્યાર સુધી સતત જનજાતીય સંગ્રહાલયમાં પેટિંગ બનાવવાનુ કાર્ય કરે છે. 
 
વેબદુનિયા સાથે ભૂરીબાઈ પોતાના જીવનની સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટો દિવસ એ ક્ષણને બતાવે છે જ્યારે આ વર્ષ 13 ફેબ્રુઆરીને તેમને એ જ ભારત ભવનમાં મુખ્ય અતિથિના રૂપમાં આમંત્રિત કરવામાં આવ્યા જેને બનાવવા માટે તેમણે એક સમયે મજૂરી કરી હતી. ભારત ભવનના ભોયરામાં પોતાના ગુરૂ સ્વામીજીની સાથે પોતાનો ફોટો જોઈને અને ભારત ભવનની એ દિવાલોને અડીને જેને બનાવવામાં તેને ઈટ અને માટી ઉચકી હતી તેને સ્પર્શ કરીને તેની આંખોમાં આસુ આવી જાય છે અને તે એક ક્ષણ માટે અંદરથી કમજોર થઈ જાય છે. ભારત ભવને તેમને એક મજૂર થી કલાકાર બનાવીને એક ઓળખ આપી. 
 
વેબદુનિયા સાથે ભૂરીબાઈ પોતાની લોકકલા આદિવાસી ભીલ પેટિંગ પિથૌરા વિશે બતાવે છે કે આદિવાસી ભીલ સમુહમાં પિથૌરા બાબાના દેવ પૂજા દરમિયાન એક ચિત્ર ઉકેરવામાં આવે છે. પિથૌરા બાબાની પૂજામાં એક ઘોડો બનાવવામાં આવે છે, જે પારંપારિક રૂપથી પુરૂશ જ બનાવે છે. તેઓ કહે છે કે પૂજામાં આવેલ ખાસ ઘોડાને છોડીને આ અનુષ્ઠાન સાથે જોડાયેલ અન્ય પ્રિટિંગ જેવી કે ઝાડ,મોર અને અનેક વસ્તુઓ બનાવે છે. 
 
ભૂરીબાઈ પદ્મશ્રી સન્માન મળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખૂબ આભાર માને છે અને કહે છે કે તે પીએમ મોદીને મળશે તો આદિવાસી ભીલ પિથૌરા પેટિંગ ભેટ કરશે.

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia Hindi

આગળનો લેખ

ઈન્દોરના યુવાનોએ સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને અનેક લોકોને છેતર્યા, પોલીસે 31 આરોપીઓને ઝડપી પાડ્યા