Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

T-20: 16, 18 અને 20 માર્ચની રમાનાર મેચની ટિકિટ ખરીદનારા પ્રેક્ષકોને રીફંડ મળશે પૈસા

T-20: 16, 18 અને 20 માર્ચની રમાનાર મેચની ટિકિટ ખરીદનારા પ્રેક્ષકોને રીફંડ મળશે  પૈસા
અમદાવાદ, , મંગળવાર, 16 માર્ચ 2021 (09:20 IST)
માર્ચ 15, 2021: કોરોનાના વધતા જતા કેસોને કારણે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી બાકીની ટી-20 મેચો પ્રેક્ષકો વગર બંધબારણે રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પ્રેક્ષકોએ માર્ચ 16, માર્ચ 18 અને માર્ચ 20, 2021ની મેચ માટે ટિકિટ ખરીદી હશે તેમને નાણાં પરત કરવામાં આવશે. 
 
કોરોનાના વધતા જતા કેસોને કારણે જી.સી.એ. દ્વારા બી.સી.સી.આઇ. સાથે ચર્ચાવિચારણા કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અમદાવાદમાં રમાનારી બાકીની ટી-20 ઇન્ટરનેશનલ મેચો બંધ બારણે રમાડવાનો અને દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે લોકોએ ટિકિટ ખરીદી છે તેમને નાણાં પરત આપવાની પોલિસી તૈયાર કરવામાં આવશે.
 
 જે લોકોને કોમ્પ્લીમેન્ટરી ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમ નહીં આવવા માટે વિનંતી કરવામાં આવે છે, એમ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ જણાવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનુ રાશિફળ (16/03/2021) - આજે આ રાશિના જાતકોને મળશે સફળતા