Increase in fees of medical colleges- સ્વનિર્ભર બેઠકોની શૈક્ષણિક ફી વાર્ષિક રૂ. 5.50 લાખ તેમજ મેનેજમેન્ટ કોટાની શૈક્ષણિક ફી વાર્ષિક રૂ. 17 લાખ કરાઈ છે
ફીમાં વધારો
શૈક્ષણિક પ્રવેશ વર્ષ-2023-24માં પ્રથમ વર્ષની જીએમઈઆરએસની 13 મેડીકલ કોલેજોની બેઠકો ઉપર શૈક્ષણિક ફી વાર્ષિક રૂ.5.50 લાખ સાથે સેલ્ફ ફાયનાન્સના લિસ્ટમાં દાખલ કરી સરકારી ક્વોટાની 75% બેઠક
પ્રમાણે કુલ 1500 બેઠકો તેમજ શૈક્ષણિક ફી વાર્ષિક રૂ. 17 લાખ સાથે મેનેજમેન્ટ ક્વોટાની 10% બેઠકો પ્રમાણે કુલ-210 બેઠક સરકારી ક્વોટાની બેઠકો તરીકે આપવા માટે સરન્ડર કરવામાં આવી છે.
એન.આર.આઈ. ક્વોટાની 15% લેખે કુલ-315 બેઠકો ઉપર શૈક્ષણિક ફી વાર્ષિક us $ ૨૫ હજાર (પચ્ચીસ હજાર યુ.એસ. ડૉલર અથવા સમકક્ષ વિદેશી ચલણ) નક્કી કરાઈ છે.
વર્ષ-2023-24માં પ્રથમ વર્ષની 13 મેડિકલ કોલેજોની બેઠકો ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યની 13 GMERS મેડિકલ કોલેજની ગીમાં 89 ટકાનો વધારો કરાયો છે. સોલા અમદાવાદ, ગોત્રી-વડોદરા , ધારપુર-પાટણ, હિમંતનગર, જુનાગઢ, વલસાડ, મોરબી, પોરબંદર, નવસરી, રાજપીપળા અને ગોધરા સાહિત કુલ 13 GMERS કોલેજની ફીમાં વધારો ઝીંકવામાં આવ્યો છે