Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઊંઝામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ફટાકડાની જ્વાળાથી ગેસના ફૂગ્ગામાં બલાસ્ટ થયો, 30 લોકો દાઝયા

Unjha
, શનિવાર, 18 નવેમ્બર 2023 (15:42 IST)
Unjha
મહેસાણા જિલ્લાના ઊંઝામાં બ્રાહ્મણવાડા ખાતે આજે ગણપતિદાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ફટાકડા ફોડતાં તેની જ્વાળાઓ ગેસના ફૂગ્ગાને અડતાં મોટો ઘડાકો થયો હતો. જેમાં નાની બાળકીઓ સહિત 30થી વધુ લોકો દાઝ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઊંઝાના બ્રાહ્મણવાડા ખાતે આજે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કેટલાક લોકો ગેસના ફુગ્ગા સાથે ઉભા હતા એ દરમિયાન ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. ત્યારે અચાનક આગની જ્વાળા ગેસના ફુગ્ગાને અડી જતા એક મોટો ભડકો થયો હતો. જેથી ગેસના ફુગ્ગા લઈને ઊભેલા 30 જેટલા લોકો દાઝ્યા હતા. તમામ ઈજાગ્રસ્તને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડી વધુ સારવાર અર્થે દર્દીઓને જનરલ હોસ્પિટલ ઊંઝા ખાતે રિફર કર્યા હતા. જ્યારે 25 જેટલા દર્દીઓને લાયન્સ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વર્લ્ડ કપની મેચને લઈ પોલીસનો એક્શન પ્લાન, સ્ટેડિયમમાં 4 હજાર તો શહેરમાં 5 હજાર પોલીસકર્મીઓ રહેશે તૈનાત