Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રમઝાન મહિનામાં ગરીબ મહિલાના ફસાયેલા પૈસા મહિલા હેલ્પલાઇનની ટીમે પરત અપાવ્યા

રમઝાન મહિનામાં ગરીબ મહિલાના ફસાયેલા પૈસા મહિલા હેલ્પલાઇનની ટીમે પરત અપાવ્યા
અમદાવાદ , મંગળવાર, 4 મે 2021 (12:35 IST)
મહિલાઓની સમસ્યાઓ નિવારવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી મહિલા હેલ્પલાઇન અભયમમાં માત્ર ઘરેલુ હિંસા કે છેડતીના કિસ્સામાં જ મદદરૂપ થતી હોય એવું નથી. મહિલાઓની દરેક બાબતને ગંભીરતાથી લઈ તેનું નિરાકરણ લાવી આપે છે. ખમાસા વિસ્તારમાં રહેતી મહિલાને મકાનમાલિકે તેની ડિપોઝટ પરત આપતા ન હતાં રમઝાન મહિના દરમ્યાન રોજા ચાલતા હોય ગરીબ મહિલાને પૈસાની જરૂર હોય ત્યારે મકાનમાલિક પૈસા પરત ન કરતા મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે મકાનમાલિકને સમજાવ્યા હતા કે રોજા ચાલે છે અને ગરીબ મહિલા છે તો તેને પૈસાની જરૂર હોય માટે પરત આપવાનું કહેતા સમજાવટ બાદ પૈસા આપી દીધા હતા.
 
 
ખમાસા વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇનને ફોન આવ્યો હતો કે પહેલા અમે જ્યાં ભાડે મકાનમાં રહેતા હતા ત્યાંના મકાનમાલિકે ડિપોઝટ લીધી હતી. સમસ્યાઓના કારણે ઘર ખાલી કરી દીધું હતું ત્યારે હવે મકાનમાલિક પૈસા પરત કરતાં નથી. જેથી હેલ્પલાઇનની ટીમે ત્યાં પહોંચી મહિલાની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે 11 મહિના પહેલા વતનમાંથી અમદાવાદ ખાતે રહેવા માટે આવ્યા હતા. ખમાસા વિસ્તારમાં શબનમ (નામ બદલેલ છે) નામની મહિલાના મકાનમાં 10000 ડિપોઝીટ અને 5000 ભાડું નક્કી કરી 11 મહિનાનો કરાર કર્યો હતો. ચોમાસા દરમ્યાન મકાનમાં પાણી ભરાઈ જતું હતું અને ગટરનું પાણી પણ જોડે આવતું હતું. જેથી મકાનમાલિક શબનમને જાણ કરતાં તેઓએ કહ્યું હતું કે ખર્ચો કરી સરખું કરાવી લો ભાડામાં વાળી લેશું. મહિલાએ ઘરમાં સમારકામ કરાવ્યા બાદ પણ સમસ્યા રહેતા તેઓએ ઘર ખાલી કરી નાખ્યું હતું.
 
ઘર ખાલી કર્યા બાદ ડિપોઝટ પરત માંગતા તેઓને શબનમે ડિપોઝટ પરત આપી ન હતી. છેલ્લા ઘણાં મહિનાથી એઓ ડિપોઝટ પરત માગે છે છતાં આપતા નથી. જેથી શબનમના ઘરે જઈ અને વાતચીત કરી હતી કે ગરીબ મહિલા છે. રમઝાન મહિનાના રોજા ચાલે છે. સમજીને તમે ડિપોઝટ પરત આપી દો જેથી સમજાવટ બાદ રાજીખુશીથી શબનમે ડિપોઝટની રકમ પરત આપી હતી. આમ છેલ્લા કેટલાય સમયથી ફસાયેલા પૈસા મહિલા હેલ્પલાઇને પરત અપાવ્યા હતા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તબીબોએ કાળમુખા કોરોના સામે જંગ ખેલી માતા-પુત્રીનો મિલાપ કરાવ્યો