Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચેતાવણી - રાજ્યમાંથી રોજ 9 બાળક થાય છે ગુમ, સૌથી વધુ સુરતના બાળકો થાય છે ગુમ

ચેતાવણી - રાજ્યમાંથી રોજ 9 બાળક થાય છે ગુમ, સૌથી વધુ સુરતના બાળકો થાય છે ગુમ
, મંગળવાર, 29 માર્ચ 2022 (14:47 IST)
રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 10 હજાર 92 બાળકો ગુમ થયાં હતાં, જે પૈકી 9085 બાળક પરત મળી આવ્યાં હતાં. હજી 1007 બાળકનો આજદિન સુધી કોઈ જ પત્તો નથી. રાજ્યમાં રોજ 9 બાળક ગુમ થાય છે, 3 વર્ષમાં 10 હજાર બાળક ગુમ થયાં, એક વર્ષમાં સૌથી વધુ સુરતમાં 629 બાળક ગુમ થયાં છે. સરકારનું કહેવું છે કે બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે ગુમ થયેલાં બાળકોની માહિતી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના લેખિતમાં વર્ષ 2019થી 2021 સુધીના આ આંકડા રાજ્ય સરકારે આપ્યા છે. 
 
રાજ્યમાં કયા શહેરમાં કેટલા બાળકો થયા ગુમ 
 
વર્ષ 2021માં સુરત શહેરમાં 629, અમદાવાદ શહેરમાં 338 અને ત્યાર બાદ ગાંધીનગરમાં 142 બાળક ગુમ થયાં હતાં. આ જ અરસામાં સુરતમાંથી 506, અમદાવાદ શહેરમાં 293 અને ગાંધીનગરમાં 117 બાળક પરત મળ્યાં હતાં. વડોદરા શહેરમાં 104, મહેસાણા જિલ્લામાં 123, બનાસકાંઠામાં 104, ખેડા જિલ્લામાં 121, દાહોદ જિલ્લામાં 132, ભરૂચ જિલ્લામાં 131 બાળકો ગુમ થયાં હતાં.
 
બાળકોને શોધવા માટે અલગ ટીમ 
 
સરકારનું કહેવું છે કે બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવે છે. ચિલ્ડ્ર્ન હોમમાં નિયમિત તપાસ કરાય છે. મિસિંગ સેલ અને સીઆઈડી ક્રાઈમ દ્વારા પણ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. બાળકોને શોધી કાઢવા માટે અવારનવાર ઉપરી અધિકારી દ્વારા આદેશો કરવામાં આવે છે. આમ, તંત્ર દ્વારા ગુમ થયેલાં બાળકો પરત મળી આવે એ માટે પૂરતા પ્રયાસો કરવામાં આવતાં હોવાનું કહેવાય છે. મોટા ભાગના કિસ્સામાં બાળકો પરત મળી આવતાં હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Electric scooter charging safety- તમારી પાસે પણ છે ઈલેકટ્રીક સ્કૂટર આગ લાગવાથી જઈ શકે છે જીવ જાણી લો આ 5 ટીપ્સ