Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Surat Crime - સુરતમાં 4 વર્ષની માસૂમ દીકરી સાથે પાડોશીના અડપલાં કર્યાં, ચોકલેટની લાલચ આપીને કપડાં ઉતાર્યા

Surat Crime - સુરતમાં 4 વર્ષની માસૂમ દીકરી સાથે પાડોશીના અડપલાં કર્યાં, ચોકલેટની લાલચ આપીને કપડાં ઉતાર્યા
, ગુરુવાર, 10 માર્ચ 2022 (12:54 IST)
સુરતના પાંડેસરામાં એક માસૂમ બાળકીનું ચોકલેટ આપવાની લાલચે અપહરણ બાદ અડપલાં કરાયાં હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બુધવારની બપોરે ગૂમ થયેલી માસૂમ દીકરી 3 કલાક બાદ ઘરે આવી પાડોશી અંકલને મેરે સાથ ગંદા કામ કિયા, ઓર કિસી કો બતાના મત. મેં તુજે ચોકલેટ દેતા રહૂંગાની વાત માતાને કહેતા પરિવારના હોશ ઉડી ગયા હતા.

પરિવારે તાત્કાલિક આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલ માસૂમ બાળકીને તબીબી તપાસ માટે સિવિલ લવાતા દાખલ કરાઈ છે.પીડિતાની માતાએ કહ્યું હતું કે, તેઓ ઓડિશાના રહેવાસી છે. 7 વર્ષ પહેલાં રોજગારીની શોધમાં બે બાળકો એટલે કે, મોટો 6 વર્ષનો દીકરો અને 4 વર્ષની દીકરી સાથે સુરત આવ્યા હતા. પતિ બીમ પછાડવાનું કામ કરે છે. બૂધવારની બપોરે નાની દીકરી ઘર નજીક આંગણવાડીમાં અભ્યાસ માટે ગયા બાદ ગૂમ થઈ ગઈ હતી. 3 કલાક બાદ ઘરે પરત ફરતા જીવમાં જીવ આવ્યો હતો. જોકે એના મોઢે સ્મિત ન હતું.માસૂમ દીકરીને જ્યારે શું થયું પૂછવામાં આવતા તેણીએ જણાવ્યું હતું કે, પાડોશી અંકલ મુજે ચોકલેટ દિલાને કે, બહાને ઘર મેં લે ગયે થે, ઔર મેરે કપડે ઉતાર કે ગંદા કામ કિયા, ઓર કિસી કો બતાના મત મેં તુજે ચોકલેટ દેતા રહુંગા, આ સાંભળી માતાના હોશ ઉડી ગયા હતા.

સમાજના લોકો ભેગા થઈ ગયા હતા. પાડોશી પ્રસન્ન કાશીનાથ પ્રધાનને રૂમમાંથી બહાર કાઢી ફટકાર્યો હતો. ત્યારબાદ પોલીસને હવાલે કરી દીધો હતો. મેડિકલ ઓફિસર ડો. આરતીએ જણાવ્યું હતું કે, ઘટના બપોરની હતી, પણ પોલીસ બાળકીને તબીબી તપાસ માટે રાત્રે 2 વાગે લઈ આવી હતી. તમામ પ્રકારના સેમ્પલ લઈ ગાયનેકમાં રીફર કરી દેવાય છે. માસૂમ બાળકી હેબતાઈ ગઈ હતી. માતાએ નિવેદન આપ્યા હતા. હાલ બાળકીને ગાયનેક વોર્ડમાં દાખલ કરી તપાસ અને સારવાર ચાલી રહી છે.પીઆઇ એ.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, જે માસૂમ બાળકી સાથે અડપલાનો ગુનો નોંધી તપાસ ચાલી રહી છે. આરોપી પકડાય ગયો છે. માસૂમ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. ડોક્ટરોના અભિપ્રાય લઈ આગળની કાર્યવાહી કરીશું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

UP Election Result: યુપીમાં જીતી રહી છે બીજેપી, જાણો તમને શું-શું આપશે મફત યોગી આદિત્યનાથ