Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોરબંદરમાં વેપારીના પુત્રએ ભણતરના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

પોરબંદરમાં વેપારીના પુત્રએ ભણતરના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
, શુક્રવાર, 18 ફેબ્રુઆરી 2022 (09:29 IST)
પોરબંદરના રાવલીયા પ્લોટ વિસ્તારમાં રહેતા અને સુતારવાડામાં દુકાન ધરાવતા વેપારીના પુત્રએ ભણતરના ટેન્શનમા ગળે ફાંસો ખાઈ લેતા તેમનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. પોરબંદરના રાવલીયા પ્લોટમાં સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટના બ્લોક નં. 201મા રહેતા રાજેશભાઇ રૂધાણીના એકના એક 17 વર્ષીય પુત્ર પાર્થએ પોતાના ઘરે પંખા વડે ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત થયું હતું. પાર્થના પિતા રાજેશભાઈને સુતારવાડા વિસ્તારમાં ખોળ કપાસની દુકાન આવેલી છે. આ વેપારી પુત્રના આપઘાતના સમાચાર મળતા વેપારી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પોલીસે જણાવ્યું હતું કે પાર્થ ધોરણ 12મા સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને હાલ આ સ્કૂલમાં પરીક્ષા ચાલુ હતી અને પાર્થના પેપર નબળા ગયા હતા જેથી ભણતરના ટેન્શનમા પાર્થે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. પાર્થના પીતા દુકાને હતા અને માતા ગામમાં ગયા હતા. ઘરે પાર્થ એકલો હતો તે દરમ્યાન પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત થયું હતું. પરિવારજનોએ જણાવ્યું હતુંકે રાજેશભાઇને સંતાનમાં પાર્થ એકનો એક લાડકો પુત્ર હતો. પાર્થના આપધાતને પગલે તેમના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉનાળામાં ગુજરાતમાં પાણીની તંગીનો પડકારઃ 40 જળાશયમાં 25 ટકાથી પણ ઓછું પાણી