Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહુવામાં યુવક પુલ પરથી 2 વખત નદીમાં કૂદ્યો પરંતુ તરીને બહાર આવી ગયો ત્રીજી વાર ફરી ઝંપલાવ્યુ તો GRD જવાને બચાવી લીધો

મહુવામાં યુવક પુલ પરથી 2 વખત નદીમાં કૂદ્યો પરંતુ તરીને બહાર આવી ગયો ત્રીજી વાર ફરી ઝંપલાવ્યુ તો GRD જવાને બચાવી લીધો
, મંગળવાર, 27 જુલાઈ 2021 (09:28 IST)
મહુવા તાલુકાના આંગલધરા ગામે રહેતો ગુલાબભાઈ ખાલપભાઈ પટેલ (48) રવિવારે સવારે ઘરેથી દૂધ ભરવા માટે દૂધ મંડળી આવ્યો હતો. ત્યારબાદ અનાવલના શુકલેશ્વર મહાદેવ મંદિર નજીક કાવેરી નદીના પુલ પર આવ્યો હતો અને સાયકલ મૂકી પુલ પરથી નીચે ઝંપલાવ્યું હતું. ત્યારબાદ તરતા તરતા કિનારે આવી બહાર નીકળ્યો હતો, અને ફરી પુલ પર આવી પાણીમાં બીજી વખત પડતું મૂક્યું હતું.

લોકોએ અંગે તાત્કાલિક અનાવલ ઓપીમાં જાણ કરતા જીઆરડી જવાન કીર્તિભાઈ સ્થળ પર પહોંચી ગયો હતો, એટલી વારમાં ફરી ગુલાબ પટેલ ફરી તરીને બહાર નીકળી, ત્રીજી વખત પુલ પર ચઢીને પાણીમાં પડતું મૂક્યું હતું. આ જોતા જ જીઆરડી જવાન પણ પાછળ જ ઝમ્પ લગાવી, યુવકને બહાર કાઢ્યો હતો. યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાથી આવું પગલું ભર્યું હોવાની હકીકત પોલીસે જણાવી હતી, જ્યારે યુવકના પરિવારે કહ્યું હતુ કેસ ગુલાબભાઈને માથું ભારે થઈ ગયું હોવાથી નાહવા માટે પુલ પર કુદ્યો હતો.વલસાડમાં ધરમપુર રોડ ઉપર માટલા વેચવાનો ધંધો કરતી એક મહિલાના પતિએ પોતાની જ પત્નીએ બચત કરેલા રૂ.10 હજાર લઇને ભાગી જતાં પત્નીએ પીછો કર્યો હતો.જેનાથી ગભરાઇને તેણે નજીકના નવા રેલવે ઓવરબ્રિજ પરથી કૂદકો મારી દેતાં નીચે માઢીના ઢગલા પર પટકાયો હતો.જો કે વરસાદના કારણે માટી નરમ હોવાથી બચી ગયો હતો. વલસાડ ધરમપુર રોડ ઉપર એક મહિલા પોતાના પરિવાર સાથે માટલા વેચીને ગુજરાન ચલાવે છે.તેણીએ માટલા વેચીને થોડા થોડા પૈસા બચત કરીને ઘરમાં રાખ્યા હતા.દરમિયાન તેના પતિ વિદ્યાનંદે પત્નીએ બચાવેલા રૂ.10 હજાર લઇ લેતા પત્નીએ ના પાડી છતાં પૈસા લઇને નજીકના રેલવે ઓવરબ્રિજ તરફ ભાગતો હતો ત્યારે આ મહિલાએ તેની પાછળ દોડીને પીછો કરતા પતિ પકડાઇ જવાની બીકે ગભરાઇ ગયો હતો અને તેણે નવા ઓવરબ્રિજ પરથી નીચે ઝંપલાવી દેતાં માટીના ઢગલા પર પટકાયો હતો.જો કે વરસાદના કારણે નરમ માટી હોવાથી તે બચી ગયો હતો.તેના પીઠના ભાગે ગુપ્ત માર લાગતા તેને 108માં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રસંશનીય કિસ્સોઃ છુટા પડેલા માતા પિતા 10 વર્ષ બાદ દિકરા માટે ફરી એક થયા