Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કચ્છમાંથી વધુ એક વાર પ્રતિબંધિત સેટેલાઇટના પકડાયા સિગ્નલ

કચ્છમાંથી વધુ એક વાર પ્રતિબંધિત સેટેલાઇટના પકડાયા સિગ્નલ
, બુધવાર, 25 જાન્યુઆરી 2017 (13:20 IST)
કચ્છના માંડવી તાલુકાના લાયજાના સમુદ્ર કિનારે લેન્ડિંગ પોઇન્ટ તરીકે કુખ્યાત વિસ્તારમાંથી પ્રતિબંધિત સેટેલાઇટ થુરિયા ફોનનો ઉપયોગ થયો હોવાનું બહાર આવતા સરહદી જિલ્લાની ઇન્ટેલિજન્સ એજેંસીઓ ચોંકી ઉઠી છે કોસ્ટગાર્ડ દ્વારા આ અંગે હકીકત ધ્યાનમાં આવતા લોકલ પોલીસ પણ હરકતમાં આવી હતી. 26મી જાન્યુઆરીનો રાષ્ટ્રીય તહેવાર નજીક હોવાથી આ ગંભીર ઘટનાને પગલે એજન્સીઓ ચોંકી ઉઠી હતી. પ્રજાસત્તાક દિનને માત્ર ત્રણ દિવસ બાકી હોવાથી તમામ સરહદો પર ચોકી-પહેરો વધારી દેવામાં આવ્યો છે, જેથી મેલીમૂરાદ ધરાવતા નાપાક તત્વો પોતાનો ઇરાદો પાર પાડી શકે નહીં તેવામાં માંડવી તાલુકાના લાયજાના સમુદ્ર કિનારે આવેલા આશર માતાના મંદિર આસપાસ પ્રતિબંધિત સેટેલાઇટ ફોન થુરિયાનું લોકેશન પકાડાતાં કોસ્ટગાર્ડ હરકતમાં આવી જતાં મુન્દ્રાથી જખૌ સુધીના સમુદ્રી માર્ગે સુરક્ષા વધારી દેવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આશર માતાના મંદિર નજીકના સમુદ્ર કિનારો તથા કિનારા નજીક ફોરેસ્ટની રખાલમાં સોમવારે માંડવી મરીન પોલીસનો સ્ટાફ સાથેનો કાફલો ખાનગી રીતે થુરિયા પ્રતિબંધિત સેટેલાઇટ ફોન બાબતે ચોક્કસ વિસ્તારમાં તપાસમાં જોડાયા હોવાનું મરીન પોલીસ એ પણ જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાન્યુઆરીમાં ગરમીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો: અમદાવાદમાં ૩૪.૮ ડિગ્રી