Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાવનગરમાં મુંબઇના ગોવિંદાની ટીમે પાંચ માળ ઊંચી મટકી ફોડી, મુખ્યમંત્રી બન્યા સહભાગી

Govinda's team from Mumbai
, શનિવાર, 20 ઑગસ્ટ 2022 (10:19 IST)
ભગવાન કૃષ્ણના જન્મની તિથિ જન્માષ્ટમીની ભારે ઉલ્લાસથી ભાવનગરમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. ભાવેણું જય કનૈયાલાલના નાદ સાથે મટકી ફોડની ઉજવણીના રંગે રંગાયું હતું. ભાવનગરમાં મટકી ફોડ ઉજવણીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીને લઇને લોકોમાં આનંદ આનંદ જોવા મળ્યો હતો. 
 
ભાવનગર શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર મટકીફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જન્માષ્ટમી નિમિતે વિવિધ મિત્ર મંડળ અને ગ્રુપો દ્વારા આયોજન કરાયા હતાં. શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીના વિસ્તારમાં પણ ઠેર ઠેર સવારથી સાંજ સુધી મટકીફોડ કાર્યક્રમ યોજાયા હતાં. સાંજના છેલ્લા મટકી ફોડ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપવાના હોવાથી લોકોનો હરખ વધી ગયો હતો.
 
મટકી ફોડના કાર્યક્રમોમાં શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીએ પોતાના વિસ્તારમાં અસંખ્ય કાર્યક્રમો યોજીને હાજરી આપી હતી. અલગ અલગ વિસ્તારોમાં મહારાષ્ટ્રથી આવતી ટીમો દ્વારા મટકી ફોડવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો આવા મટકી ફોડ કાર્યક્રમો જોવા માટે ઉમટ્યાં હતાં.
webdunia
Govinda's team from Mumbai
મટકી ફોડના કાર્યક્રમોમાં શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીએ પોતાના વિસ્તારમાં અસંખ્ય કાર્યક્રમો યોજીને હાજરી આપી હતી. અલગ અલગ વિસ્તારોમાં મહારાષ્ટ્રથી આવતી ટીમો દ્વારા મટકી ફોડવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો આવા મટકી ફોડ કાર્યક્રમો જોવા માટે ઉમટ્યાં હતાં.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે જન્માષ્ટમીના પાવન પર્વે ભાવનગરમાં ભાતીગળ 'દહીં- હાંડી' કાર્યક્રમમાં સહભાગી થયા હતા. બોર તળાવ ખાતે આયોજિત આ દહીં હાંડીમાં સહભાગી થયેલા ગોવિંદાઓને મુખ્યમંત્રીએ સન્માનિત કર્યા હતાં. આ ઉત્સવમાં મુંબઇના 'વક્રતુંડ ગોવિંદા પથક'ના 150 ગોવિંદાની ટીમે હર્ષોલ્લાસ સાથે પાંચ માળ ઊંચી મટકી ફોડી આકર્ષણ જમાવ્યું હતું
webdunia
Govinda's team from Mumbai
 મુંબઇના 'વક્રતુંડ ગોવિંદા પથક'ના 150 ગોવિંદાની ટીમે ઢોલ- નગારા અને ડી.જે. સાથે પાંચ માળ ઊંચી મટકી ફોડી આકર્ષણ જમાવ્યું હતું. મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક રીતે ગોવિંદાઓનું સન્માન કર્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mathura: વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમિયાન શ્વાસ રૂંધાવાથી બેના મોત, અનેક ઘાયલ