Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં ધનતેરસે 80 કરોડનું 125 કિલો સોનું, રૂ.7થી 8 કરોડની 1 હજાર કિલો ચાંદીનું વેચાણ

અમદાવાદમાં ધનતેરસે  80 કરોડનું 125 કિલો સોનું, રૂ.7થી 8 કરોડની 1 હજાર કિલો ચાંદીનું વેચાણ
, બુધવાર, 3 નવેમ્બર 2021 (09:03 IST)
કોરોનાના બે વર્ષ બાદ પહેલા વખત શહેરમાં દિવાળીની ખરીદી નીકળી છે. ધનતેરસના દિવસે શહેરમાં અંદાજે રૂ.7થી 8 કરોડની 1 હજાર કિલો ચાંદી અને 80 કરોડના 125 કિલો સોનાનું વેચાણ થયું છે. શહેરના વેપારીઓએ ધાર્યા કરતા વધારે વેચાણ થયું હોવાનું જણાવ્યું હતું. આ વખતે ચાંદીની લગડીઓનું વેચાણ ગત વર્ષો કરતા વધારે થયું છે. આ ઉપરાંત હીરા-ઝવેરાત અને પ્લેટિનમ મળીને અંદાજે 100 કિલો જેટલું વેચાણ થયું છે. ધનતેરસે ચાંદીની વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હોય છે. શહેરમાં ધનતેરસના દિવસે 1 હજાર કિલો ચાંદીનું વેચાણ થયું છે. ધનતેરસના દિવસે ખરીદવામાં આવેલી વસ્તુઓ તેર ગણી વધી જાય છે. જેથી લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદીથી બનેલી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. ધનતેરસના દિવસે સૌથી વધારે ચાંદીનું વેચાણ થતું હોય છે. સતત બે વર્ષથી મંદીમાં રહેલા સોનીઓને ધનતેરસે ચાંદી ચાંદી થઇ ગઇ છે. ધનતેરસે શહેરમાં 1 હજાર કિલો ચાંદી સાથે 125 કિલો સોનાનું અને 100 કિલો કરતા વધારે હીરા, ઝવેરાત અને પ્લેટિનમનું વેચાણ થયું છે. નવરાત્રિથી વેપાર સારો થઇ રહ્યો છે, પરંતુ દિવાળી પછી સોના-ચાંદીના ભાવ વધી શકે છે. જેના કારણે લોકો દાગીના, લગડી લેવા લાગ્યા છે. તેમજ લગનસરાની ઘરાકી ચાલુ થઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રીક્ષાની મુસાફરી બનશે મોંઘી, ન્યુનત્તમ ભાડું વધારીને આટલું કરાયું