Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં પતિના ફોનમાંથી દીકરાનો ફોટો મળતાં બીજા લગ્નનો ભાંડો ફૂટ્યો

અમદાવાદમાં પતિના ફોનમાંથી દીકરાનો ફોટો મળતાં બીજા લગ્નનો ભાંડો ફૂટ્યો
, શનિવાર, 26 જૂન 2021 (14:56 IST)
મેઘાણીનગરની પરિણીતાને સંતાનસુખ પ્રાપ્ત ન થતાં પતિ તથા સાસરિયાં માનસિક ત્રાસ આપતાં હતાં. મહિલાનો પતિ ધંધાના કામે બહાર રહેવા લાગ્યો હતો અને તેની સાથે વાતચીત કરતો નહોતો. લગ્નના ત્રણ વર્ષ વીતી ગયાં પછી તાજેતરમાં મહિલાએ પતિનો ફોન ચેક કરતાં એમાંથી પતિ અન્ય એક મહિલા અને એક બાળકનો ફોટો મળી આવતાં મહિલાને શંકા ગઈ હતી અને તપાસ કરતાં ખબર પડી કે પતિને એક સંતાન છે.આઘાતમાં સરી પડેલી મહિલાએ આત્મહત્યા કરવાનો ઈરાદો કરી ઘરેથી નીકળી ગઈ હતી, પરંતુ તેના પતિએ મહિલાની બહેનને ફોન કરીને જાણ કરતાં મહિલાને રસ્તામાં રોકી ઘરે લઈ જઈ સમજાવટ કરતાં તે બચી ગઈ હતી.

આ મામલે મહિલાએ તેના પતિ અને સાસરિયાં સહિત કુલ સાત વ્યકિત વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મેઘાણીનગરમાં રહેતી મહિલાના લગ્ન 2014માં થયા હતા. શરૂઆતમાં બધું સારું રહ્યું હતું, પરંતુ લગ્નના એક વર્ષ બાદ પણ મહિલાને સંતાનસુખ પ્રાપ્ત ન થતાં નાની સાસુ અને તેમની દીકરીઓએ પતિને ચડામણી કરતાં પતિએ પત્નીને મારઝૂડ કરવાનુ શરૂ કર્યું હતું. તેઓ કહેતા કે છોકરો જણી શકતી ન હોય તો તારા ઘરનો રસ્તો પકડ. પતિ ધંધામાં પૈસાની જરૂર હોવાનું કહી પત્નીને કહેતો કે તું પતિને બાળક ન આપી શકતી હોય તો પૈસા આપ એમ કહીને પિયરમાંથી રૂ. 10 લાખ લઈ આવવાનું કહી દહેજની માગણી કરતો હતો.દરમિયાન પતિ કામધંધાના બહાને બહાર રહેવા લાગ્યો હતો અને રાતે મોડા આવી પત્ની સાથે વાતચીત કરતો નહોતો. વાતવાતમાં તે મને લગ્નનાં આટલાં વર્ષોમાં સંતાનનું સુખ આપ્યું નથી, હવે તારું મોઢું જોવું પણ મને ગમતું નથી. કાલે તારા ઘરે જતી હોય તો આજે જતી રહે, એમ કહી માનસિક ત્રાસ આપતો. લગ્નજીવન ભાંગે નહિ એ માટે મહિલા બધું સહન કરીને સાસરીમાં રહેતી હતી. તાજેતરમાં મહિલાએ પતિનો ફોન ચેક કરતાં એમાંથી પતિનો અન્ય એક મહિલા અને બાળક સાથેનો ફોટો મળી આવ્યો હતો, જે જોઈને મહિલાએ પતિને પૂછતાં તેણે અત્યારે મારે કામ છે, તને સાંજે વાત કરું છું, એમ કહીને કામે નીકળી ગયો હતો. આ વાત સહન ન થતાં મહિલાએ તેની બહેનને ફોન કરીને વાત કરી હતી.સાંજે પતિને ફોન કરતાં તેણે કહ્યું હતું કે આ છોકરી જોડે તો મેં લગ્ન કરી લીધા છે અને મારે એક સંતાન પણ છે. તું મને સાથ આપ, હું તેને છોડી દઈશ. જોકે પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ અને તેમને બાળક પણ હોવાનું જાણી મહિલા ઘરેથી નીકળી રિવરફ્રન્ટના રસ્તે ચાલી નીકળી હતી. જોકે પતિને ખ્યાલ આવી જતાં તેણે સાળીને ફોન કરી પત્ની ઘરેથી નીકળી ગઈ હોવાનું કહેતાં તેના સંબંધીઓએ તેને રસ્તામા જ રોકી પિયરમાં લઈ ગયા હતા.

પતિ વારંવાર ફોન કરીને પત્નીને ધમકી આપી પરેશાન કરતો હોઈ મહિલાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાં મળી કુલ સાત વ્યકિત સામે ફરિયાદ નોંધાવી હતી.મહિલાનો પતિ રાતે મોડે સુધી કોઈની સાથે ફોન પર વાતો કરતાં મહિલા પૂછે તો પતિ કહેતો કે તારા જેવી જોડે રહીને પસ્તાઈ ગયો છું, એટલે મેં બીજીને પટાવી રાખી છે. જ્યારે પણ કંટાળો આવે ત્યારે વાતો કરી લઉ છું. આ બાબતે શંકા જતાં પત્નીએ તક મળતાં પતિનો ફોન ચેક કરતાં બીજી સ્ત્રી સાથે ચેટિંગ મળ્યું હતુ. પતિને પૂછતાં તેમણે કહ્યું હતું કે મારા જોડે બિઝનેસમાં કામ કરે છે એટલે મારે મિત્રતા રાખવી પડે.પતિનો ભાંડો ફટી ગયા બાદ મહિલા પિયરમાં રહેવા આવી ગઈ હતી. દરમિયાન તેના પતિએ સમાધાન કરવાનું કહી ઓફર મૂકી હતી કે મેં બીજા લગ્ન કરી લીધા છે. હું બંનેને રાખવા તૈયાર છું અથવા તો મને એક વર્ષ નો ટાઈમ આપ તો હું તેને છોડી દઉં. જોકે મહિલાએ આ ઓફર ન સ્વીકારતાં પતિએ સમાધાનના નામે બીજી વખત બીજી પત્ની અને પરિવારજનોને બોલાવી હોબાળો મચાવતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસ ત્રણ કરોડ પરિવારોનો સંપર્ક સાધશે, પેટ્રોલ-ડીઝલની કિમંતોમાં વૃદ્ધિ વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે