Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NFSA કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય- 50 પ્રતિ કિલોના ભાવે તુવેરદાળ મળશે

NFSA કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય- 50 પ્રતિ કિલોના ભાવે તુવેરદાળ મળશે
, બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (18:31 IST)
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય- NFSA કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય- 50 પ્રતિ કિલોના ભાવે તુવેરદાળ મળશે
 
NFSA કાર્ડ ધારકોને હવે ફિક્સ રૂ. 50 પ્રતિ કિલોના ભાવે તુવેરદાળ મળશે, સસ્તા અનાજની દુકાનધારકોના કમિશનમાં પણ રૂ.125 સુધીનો વધારો
 
-ઘઉ-ચોખા, તુવેરદાળ, ખાંડ, મીઠું અને ખાદ્યતેલના વેચાણ પર વ્યાજબી ભાવની દુકાન સંચાલકોના કમિશનમાં રૂ. 1.92થી રૂ. 125 સુધીનો વધારો   
- “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013” હેઠળ સમાવિષ્ટ 70 લાખ કુટુંબોને દર માસે રૂ. 50માં 1 કિલો તુવેરદાળ મળશે
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013” હેઠળ સમાવિષ્ટ 70 લાખ કુટુંબોને દર માસે રાહતદરે કઠોળના વિતરણ માટે પ્રતિ કુટુંબ 1 કિલો તુવેરદાળ હવે 50 રૂપીયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે આપવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ ભારત સરકાર વતી નાફેડ દ્વારા રાજય સરકારને તુવેરદાળનો જથ્થો પુરો પાડવામાં આવે છે. આ સાથે જ રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો એટલે કે પંડિત દીન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના સંચાલકોને આપવામાં આવતા કમિશનના દરમાં તા. 1લી જાન્યુઆરી 2022થી અમલમાં આવે તે રીતે વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
 
રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોના વિભાગ મારફતે રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તથા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” અર્તગત રાજયના હાલ કુલ 70 લાખ રેશનકાર્ડધારકો અને 3 કરોડ 45 લાખ જનસંખ્યાને દર માસે આશરે 17000થી વઘુ વાજબી ભાવની દુકાનો મારફતે આધાર બેઇઝડ આધારિત વિતરણ પધ્ધતિથી ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ, આયોડાઇઝડ મીંઠુ અને વર્ષમાં બે વખત રીફાઇન્ડ કપાસિયા તેલનું વિતરણ કરવામાં આવે છે. 
 
વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશનમાં આ મુજબ વધારો કરાયો
ઘઉં/ ચોખામાં પ્રતિ કિવ. મળતા હાલના કમિશનમાં રૂ.42/-નો વધારો કરીને હવે રૂ.150/- પ્રતિ કિવ. કમિશન આપાશે. 
તુવેરદાળમાં પ્રતિ પાઉચ/કિલો હાલના કમિશનમાં રૂ.1.92/-નો વધારો કરતાં હવે રૂ.3/- પ્રતિ પાઉચ/કિલો કમિશન મળશે. 
ખાંડમાં પ્રતિ કિવ. હાલના કમિશનને ઘઉં/ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.90/-નો વધારો કરતાં હવે રૂ.150/- પ્રતિ કિવ. કમિશન મળતું થશે. 
મીઠામાં પ્રતિ કિવ. હાલના કમિશનને પણ ઘઉં/ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.125/-નો વધારો કરતાં હવે રૂ.150/- પ્રતિ કિવ. કમિશન મળશે. 
ખાઘતેલમાં પ્રતિ પાઉચ/ લીટર હાલના કમિશનમાં રૂ.2/-નો વધારો કરતાં હવે રૂ.5/- પ્રતિ પાઉચ/ લીટર કમિશન મળશે. 
 
જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે, ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાના ભાવનો દર ત્રણ/ચાર માસે બદલાતાં, વેચાણ કિંમત પણ બદલાતી રહેતી હતી, આથી રેશનકાર્ડ ધારકો માટે તુવેર દાળનો વિતરણ ભાવ ૫ણ બદલાતો રહેતો હતો. પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, તુવેરદાળની આ યોજનામાં પ્રતિ કિલો એ રૂ.30 ફીક્સ સબસીડી રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલ હોવાથી ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાનો ભાવ તથા તેમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નિગમના ગોડાઉનથી વ્યાજબી ભાવની દુકાનો સુધી ૫હોંચતી કરી, દુકાનદારોનું કમિશન ખર્ચ ગણીને લાભાર્થીઓ સુઘી વિતરણ કરવામાં આવે છે ત્યાં સુઘીના આનુષાંગિક ખર્ચને આધારે તુવેરદાળની વેંચાણ કિંમત નિયત થાય છે.
 
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તુવેરદાળના વિતરણ બાબતે અનિશ્ચિતતા ન રહે તથા સરળતાથી યોજનાનું અમલીકરણ થાય અને એકંદર બજારભાવો સ્થિર રહે તે માટે અને રેશનકાર્ડધારકો તુવેરદાળનો ઉપયોગ કરે તે માટે તુવેરદાળનો વિતરણભાવ રૂ.50 પ્રતિ કિલો ફિકસ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રીએ એમ પણ જણાવ્યું કે, તુવેરદાળનું રૂ.50 પ્રતિ કિલોના ભાવે વિતરણ આગામી મહિનાથી થશે. 
 
જીતુ વાઘાણીએ જણાવ્યું કે, રાજયની પ્રજાને અત્યંત રાહતદરે કઠોળ પુરું પાડીને કુપોષણ સામે રક્ષણ આ૫વા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની આ સરકાર કટિબઘ્ઘ છે. રાજય સરકારે કરેલા આ નિર્ણયને પરિણામે દર મહીને રૂ.11 કરોડ જેટલો વઘારાનો સબસીડી ખર્ચ થશે અને વાર્ષિક રૂ. 120 કરોડનો વધારાનો બોજ રાજય સરકાર વહન કરશે. જ્યારે સસ્તા અનાજની દુકાનના સંચાલકોના કમિશનમાં વધારો કરાતા રાજ્ય સરકારે ચાલુ વર્ષનો સંભવિત ખર્ચ રૂ.31/-કરોડ તથા આગામી વર્ષ 2022 -23 માં વાર્ષિક ખર્ચમાં રૂ.130/- કરોડનો વધારાનો ખર્ચ થવાની સંભાવના છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપના ગ્લેમરસ ચહેરા:ભક્તિ કુબાવત, મમતા સોની સહિતનાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા કલાકારો ભાજપમાં જોડાયાં, પાટીલે તમામને કેસરીયો ખેસ પહેરાવ્યો