Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો તૌકતે ગુજરાતમાં ત્રાટકશે તો લાખો નહી કરોડોનું નુકસાન સર્જશે

જો તૌકતે ગુજરાતમાં ત્રાટકશે તો લાખો નહી કરોડોનું નુકસાન સર્જશે
, શનિવાર, 15 મે 2021 (18:39 IST)
આ વર્ષે પહેલીવાર ચક્રવાત તૂફાન તૌકતે લઇને ભયનો માહોલ છે. કેરલમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. જ્યાં 175 કિલોમીટર પ્રતિ કલકાની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડી શકે છે. 
 
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાત માટે 18તારીખ બહુ જ મહત્વની છે. આ દિવસે વાવાઝોડું અતિતીવ્ર બનશે. તેથી ગુજરાત માટે 16,17 અને 18 મેના ત્રણ દિવસો બહુ જ મહત્વના છે. 17 તારીખે ગુજરાતમાં 70 થી 75 પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે, જે 18 મેના રોજ તેની ગતિ વધીને 100 કિમી થઈ જશે. આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના તમામ બંદરો પર ૨ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.
 
ગુજરાતમાં 18 મેના રોજ વાવાઝોડું ટકરાવાનું છે. હાલ વાવાઝોડું વેરાવળથી 930 કિમી દૂર છે. સાયક્લોન અરબ સાગરમાં સ્થિતિ 6 કલાકમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે. તેના બાદ તે ગુજરાતના દરિયા કિનારાને ક્રોસ કરશે. 18 તારીખે બપોર પછી પોરબંદર અને નલિયા વચ્ચેથી વાવાઝોડું પસાર થશે. આગામી 12 કલાકમાં વેરી સીવિયર સાયક્લોન બનશે. ત્યારે આજથી જ સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શરૂઆત થઇ જશે. 
 
માછીમાર અગ્રણી મગનભાઈ ટંડેલે જણાવ્યું કે ‘અમારી 16 જેટલી બોટ હજુ પણ દરિયામાં છે જો તૌકતે ટકારશે તો
અમને લાખોમાં નહીં કરોડોમાં નુકશાની જશે, હાલમાં જે કાંઠે નદીની ઉપર બોટ આવી ગઈ છે એ સલામત છે પરંતુ નીચેની બોટને પણ નુકસાન જવાની ઘણી વકી છે. આમ 50 ટકા તૈયારી છે જ્યારે 50 ટકા ખતરો મંડરાયેલો છે.’
 
પરંતુ હવામાનની માહિતી આપતી એક ખાનગી વેબસાઈટ અનુસાર, હાલ વવાઝોડું સૌરાષ્ટ્ર કિનારેથી દિશા બદલીને મધ્ય ગુજરાત તરફ આવી રહ્યું છે. તૌકતે વાવાઝોડાની દિશા બદલાઈ છે. જે વાવાઝોડું કચ્છમા ટકરાઈને પાકિસ્તાન-કરાંચી તરફ આગળ વધવાનુ હતું અને 18 મેના સૌરાષ્ટ્ર-કચ્છમાં રોજ ટકરાવાનું હતું. તેને બદલે દક્ષણ ગુજરાતથી ખંભાતના અખાતમા પ્રેવશ કરશે તેવુ વેબસાઈટના આધારે જણાવાયું છે.
 
મળતી માહિતી અનુસાર ચક્રવાત તૌકતે ગુજરાતના વેરાવળ અને પોરબંદરના બીચ માંગરોળની પાસે જમીનથી ટકરાશે. તેના લીધે વહિવટીતંત્ર દ્વારા માંગરોળ, વેરાવળ, પોરબંદર, કચ્છ અને દ્વારકા જેવા સમુદ્ર કિનારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ માછીમારોને સમુદ્રમાં જવાની સૂચના આપી છે. 
 
પોરબંદરમાં કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર હેલિકોપ્ટર વડે નજર રાખી રહ્યા છે અને સતત સાયરન વડે લોકોને ચેતાવણી આપી રહ્યા છે. કોસ્ટ ગાર્ડ તરફથી સમુદ્રની અંદર ગયેલા માછીમારોને સતત અપીલ કરવામાં આવી રહી છે. તેમણે તાત્કાલિક કિનારે પરત ફરવાની મોર્નિંગ આપવામાં આવી રહી છે. 
 
આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ ત્રણ દિવસ વરસાદની આગાહી  કરાઈ છે. ગીર, સોમનાથ, દ્વારકા, કચ્છ, પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. 
 
હવામાન વિભાગની ચેતાવણી બાદ રાજ્યમાં એનડીઆરએફને એલર્ટ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ઘણી ટીમો સ્ટેન્ડબાય પણ રાખવામાં આવી છે.  અમરેલી, ગીરસોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને રાજકોટમા 2-2 ટીમ જ્યારે ભાવનગરમાં 1 ટીમ ભાવનગર ખાતે ફરજ પર મુકવામાં આવી છે. અન્ય રાજ્યોની પણ 15 જેટલી એનડીઆરએફની ટીમ જામનગર પહોંચી છે ત્યાંથી ટીમને અન્ય જિલ્લામાં મોકલી અપાશે. 
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતને તમામ મદદ માટે ખાતરી આપી છે. કેન્દ્રીય ગૃહ વિભાગે રાજ્ય સરકારને આ મામલે પત્ર લખ્યો છે. રાજ્યના ચીફ સેક્રેટરી અને રિલીફ કમિશ્નરને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે પણ ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતની તમામ મદદ આપવાની તૈયારી દર્શાવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં નરોડા વિસ્તારના ​​​​​​​એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, કોવિડ હોસ્પિ.માં દાખલ 8 દર્દીઓને રેસ્ક્યુ કરી SVPમાં ખસેડાયા