Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કળા કોને મહાન નથી બનાવતી? વાંચો કાંડા વગરના આ અમદાવાદીની કળા વિશે

કળા કોને મહાન નથી બનાવતી? વાંચો કાંડા વગરના આ અમદાવાદીની કળા વિશે
, શુક્રવાર, 28 એપ્રિલ 2017 (09:55 IST)
કલા એ એક એવી ચીજ છે, જે ભલભલા લોકોને એકવાર તો કૂતૂહલ પમાડતી જ હોય છે. અમદાવાદમાં રહેતા એક એવા કલાકારની આજે વાત કરવી છે. જેના માથે કુદરતના જાણે હજાર હાથ છે. તાજેતરમાં જ કપિલના શોમાં અમદાવાદનો ચિત્રકાર ધવલ ખત્રી સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો. અકસ્માતમાં બંને હાથ ગુમાવનારા ધવલ ખત્રીએ  કપિલ શર્મા, નવજોત સિદ્ધુ અને કિકુ શારદાના પેઈન્ટિંગ લઈને કપિલના શોમાં આવ્યો હતો.

ધવલ જ્યારે 14 વર્ષનો હતો ત્યારે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતી વખતે ભૂલથી ઈલેક્ટ્રિક વાયર તેના હાથમાં આવી ગયો હતો અને શોર્ટ લાગતા તે ધાબા પરથી સીધો નીચે રોડ પર પડ્યો હતો. એ સમયે ત્યાંથી પસાર થતા ડોક્ટર તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેનો જીવ તો બચી ગયો હતો, પણ હાથ ગંભીર રીતે બળી ગયા હોવાથી તેને કાપવા પડ્યા હતા. જોકે, તેના જીવનમાં મુશ્કેલીઓએ આટલેથી અટકી ન હતી, પણ ખરી મુશ્કેલી તો કદાચ હવે શરૂ થતી હતી. બંને હાથ ગુમાવી દેવાને કારણે તેને સ્કૂલમાંથી કાઢી મૂકાયો હતો. જોકે, ધવલ કે તેના માતા-પિતા તેનાથી નિરાશ ન થયા. ધવલે બીજી સ્કૂલમાં એડમિશન લીધું અને આગળનો અભ્યાસ ચાલુ કર્યો. તેણે ગ્રેજ્યુએશન પણ પુરું કર્યું. નવાઈની વાત તો એ છે કે, તે જાતે જ પોતાના પેપર લખતો હતો.   ધવલ જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો, ત્યારે તેની મમ્મી તેને કપાયેલા હાથે પેન્સિલ અને પેન પકડતા શીખવતી હતી. જે તેને જીવનમાં ઘણું જ કામ આવ્યું છે.ધવલને શરૂઆતમાં તો પેઈન્ટિંગમાં બિલકુલ રસ ન હતો, પણ તેના મમ્મી-પપ્પાએ તેને હાથમાં બ્રશ પકડાવી દીધું હતું. ધીમે-ધીમે તે પેઈન્ટિંગ કરતા શીખ્યો. તેને પેઈન્ટિંગ શીખતા લગભગ છ મહિના લાગ્યા.  ધવલ પેઈન્ટિંગ કરતા તો શીખી ગયો અને તે પેઈન્ટિંગનો કોર્સ કરવા માગતો હતો, પણ કોઈ યુનિવર્સિટી તેને એડમિશન આપવા તૈયાર ન થઈ. આખરે, ધવલે જાતે જ પેઈન્ટિંગ કરવાનું અને શીખવાનું ચાલુ રાખ્યું.  અત્યાર સુધીમાં તેણે 300થી વધુ પેઈન્ટિંગ્સ બનાવ્યા છે.ધવલે ઘણા ટીવી શોમાં ભાગ લેતો રહે છે. તેને આખા વિશ્વમાંથી પેઈન્ટિંગના ઓર્ડર્સ મળે છે. થોડા સમય પહેલા જ તેને ન્યૂજર્સીમાંથી પેઈન્ટિંગ્સના ત્રણ ઓર્ડર મળ્યા હતા. તેણે સમગ્ર ગુજરાત ઉપરાંત મુંબઈમાં પણ પેઈન્ટિંગ પ્રદર્શન યોજ્યું હતું. તે સલમાન ખાનને પણ તેનું પેઈન્ટિંગ ગીફ્ટ કરી ચૂક્યો છે. ધવલે ગાંધીજીની અહિંસા અને ઉપવાસમાંથી પ્રેરણા મેળવી છે. તો ગાંધીજી ઉપરાંત અમિતાભ બચ્ચન અને મહેન્દ્ર સિંહ ધોનીને ને પોતાનો આદર્શ માને છે. તેને વાંચવાનું પણ ઘણું પસંદ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sagarmala Project દ્વારા ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો નેશનલ હાઈવેઝ સાથે જોડાશે