Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં 8 જિલ્લામાં નવી ઔદ્યોગિક વસાહત, 5 જિલ્લામાં નવા બહુમાળી શેડ અને ‘મોડલ એસ્ટેટ’નું નિર્માણ થશે

રાજ્યમાં 8 જિલ્લામાં નવી ઔદ્યોગિક વસાહત, 5 જિલ્લામાં નવા બહુમાળી શેડ અને ‘મોડલ એસ્ટેટ’નું નિર્માણ થશે
, શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (14:32 IST)
મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે મહત્વની જાહેરાત કરી છે. તેમણે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચારૂપ, પાટણ ખાતે GIDCના 264 પ્લોટની કોમ્પ્યુટરાઇઝ ડ્રો થકી ફાળવણી કરી. રાજ્યના 8 જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે. આ 8 વસાહતોમાં મોરબી ખાતે આશરે 500 હેક્ટર વિસ્તારમાં બનનાર નવિન વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુસાંગિક સુવિધાઓથી સુસજ્જ એક ‘મોડલ એસ્ટેટ’ બનશે. આ નવી GIDC વસાહતોથી MSME સેક્ટરને 500 થી 2 હજાર ચોરસ મિટરના 2570 પ્લોટ અને મોટા ઉદ્યોગોને 10 હજારથી 50 હજાર ચોરસ મિટરના 337 પ્લોટ ઉપલબ્ધ થશે. આ નવી GIDC વસાહતોથી જલોત્રા-બનાસકાંઠાનો માર્બલ કટીંગ/પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ-જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, કડજોદરા-ગાંધીનગરનો ફૂડ-એગ્રો ઉદ્યોગ, પાટણનો ઓટો એંસિલરી ઉદ્યોગ, નાગલપર-રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઓદ્યોગ તથાઆણંદ અને મહિસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે. નવી GIDC વસાહતોથી રૂ. 1223કરોડનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને 20 હજાર નવી રોજગારી આ નવિન પ્રકલ્પો ભવિષ્યમાં પુરી પાડશે. આ પ્રસંગે રૂપાણીએ જણાવ્યું હતું કે સરકારે MSMEને વેગ મળે તે હેતુથી રાજ્યની હયાત 9 ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટી સ્ટોરી શેડ્સ (બહુમાળી શેડ) બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યના પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં ૩૬૦ નવા બહુમાળી શેડ નિર્માણ પામશે. જેથી લગભગ ૧૦૦ કરોડ રૂપિયાનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને ૧ હજાર નવી રોજગારી શક્ય બનશે.તેમણે વધુમાં કહ્યું કે, દહેજ, સાયખા, અંક્લેશ્વર, હાલોલ, સાણંદ૨, વાપી અને લોધિકાની હયાત વસાહતોને પણ તમામ મૂળભુત અને હાઈટેક સુવિધાઓ સાથેવિકસાવી‘મોડલ એસ્ટેટ’ બનાવવાનું આયોજન છે. ગુજરાત રાજ્યની સ્થાપના વખતે રાજ્યમાં માત્ર 6 હજાર MSME યુનિટ હતા. છેલ્લા બે દાયકા બાદ આજે રાજ્યમાં 35 લાખ MSME યુનિટ કાર્યરત છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ 5 કારણોસર, ભારત બધા કરતા સારુ છે