Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં એક કરોડથી વધુના ડાયમંડની લૂંટ

સુરતમાં એક કરોડથી વધુના ડાયમંડની લૂંટ
, રવિવાર, 3 સપ્ટેમ્બર 2023 (14:55 IST)
સુરતમાં એક કરોડથી વધુના ડાયમંડની લૂંટ - 
 
 
સુરતના સરથાણા વિસ્તારમાં વહેલી સવારે ત્રાટકેલા લૂંટારૂઓએ ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીને રિવોલ્વરની અણીએ બાનમાં લઇ કરોડો રૂપિયાના હીરા ભરેલી બેગ લૂંટીને ભાગી ગયા હતા.

ડાયમંડનગરી  સુરતમાં ગુજરાત આંગડિયા પેઢીમાં બંદૂક અને ધારિયા સાથે ધસી આવેલા 4 થી 5 લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સુરતના સરથાણામાં શ્યામધામ મંદિર પાસે આંગડિયામાં એક કરોડથી વધુના ડાયમંડ પાર્સલની લૂંટથી ચકચાર મચી ગઈ હતી. 
 
ગુજરાત આંગડિયા પેઢીમાં ઇકો કારમાં આવેલા 4 અજાણ્યા શખ્સો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂંટારા જે દિશામાં ભાગ્યા તે  દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.  રિવોલ્વર બતાવીને કરી લૂંટ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ