Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત વરસાદ LIVE અપડેટ - જામનગરમાં ખાનગી શાળાની બસ તણાઈ, ગામલોકોએ બસમાં સવાર વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોનું રેસ્ક્યૂ કર્યું

rain in borsad
, ગુરુવાર, 7 જુલાઈ 2022 (19:00 IST)
હવામાન વિભાગની આગાહી મુજબ, 7થી 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. ગીર સોમનાથ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર વિગેરે જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદ સંબંધે ડિઝાસ્ટર પ્રીપેડનેશ અંગે મુખ્યમંત્રીએ તલસ્પર્શી સમીક્ષા કરીને આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમ સંબંધિત જિલ્લાઓમાં ડીપ્લોય કરવા માટે જરૂરી સુચનાઓ આપી હતી.

- રાજ્યના 187 તાલુકામાં વરસાદ
- દ્વારકાના કલ્યાણપુરમાં  સૌથી વધુ વરસાદ
- કલ્યાણપુરમાં 16 કલાકમાં 6 ઇંચ વરસાદ
- કડાણામાં 4 ઇંચ વરસાદ
- દ્વારકામાં 4 ઇંચ ઇંચ વરસાદ
- રાણાવાવમાં 4 ઇંચ ઇંચ વરસાદ
- ફતેપુરામાં 3 ઇંચ ઇંચ વરસાદ
- જૂનાગઢમાંસીટી 3 ઇંચ ઇંચ વરસાદ
- જૂનાગઢ ગ્રામ્યમાં 3 ઇંચ ઇંચ વરસાદ
- કુતિયાણામાં 3 ઇંચ ઇંચ વરસાદ

 
- 10 તાલુકામાં 2  થી 3ઇંચ સુધીનો વરસાદ
- 16 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ
- 152 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

હાલ રાજયમાં NDRFની 9 ટીમો તૈનાત છે.રાજ્યમાં તારીખ 7 જુલાઈના રોજ ભાવનગર, સુરત, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, 8 જુલાઈના રોજ નવસારી, દ્વારકા, ડાંગ,પોરંબદર, સુરત, તાપી, ડાંગ, સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા, 9 જુલાઈના રોજ રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપી, 10 જુલાઈએ દ્વારકા, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, મોરબી,રાજકોટ, તાપી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

10 જુલાઇએ મધ્ય ગુજરાત,11 જુલાઇએ આખા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડશે.ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ થતાં એક ડેમમાં હાઈએલર્ટ, એક ડેમમાં એલર્ટ અને એક ડેમમાં ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના 206 જળાશયો પૈકીના ત્રણ ડેમમાં વિવિધ એલર્ટના સિગ્નલ અપાયા છે. સરદાર સરોવર ડેમમાં 1,43,919 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 43.08 ટકા છે. રાજ્યના 206 જળાશયોમાં 1,89,345 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 33.92 ટકા છે. નર્મદા વિભાગના સૂત્રો કહે છે કે, એક ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ છે, એક ડેમમાં 80થી 90 ટકા અને એક ડેમમાં 70થી 80 ટકા પાણીનો સંગ્રહ થયો હોવાથી વિવિધ એલર્ટના સિગ્નલ અપાયા છે. રાજ્યમાં વાપરવા લાયક પાણીનો સંગ્રહ માંડ 22.56 ટકા જ છે.


07:00 PM, 7th Jul
ગીર સોમનાથ જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા હોય એમ વહેલી સવારથી વરસાદ વરસાવવાનું શરૂ કર્યું છે. જિલ્લાના છએ છ તાલુકામાં સવારે ચાર કલાકમાં સરેરાશ 1થી 3.5 ઈંચ જેવો વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં સૌથી વધુ સુત્રાપાડામાં 3.5 ઈંચ તો સૌથી ઓછો તાલાલામાં માત્ર 3 મિમી વરસાદ નોંધાયો છે. સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદી-નાળાંમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સુત્રાપાડા પંથકની સરસ્વતી નદીમાં પૂર આવતાં સુપ્રસિદ્ધ પ્રાચી તીર્થનું માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. તો સુત્રાપાડા અને કોડીનાર પંથકનાં ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલાં હોવાથી ખેડૂતોની મૂંઝવણ વધી ગઈ છે, જ્યારે સુત્રાપાડાના ધામળેજ ગામમાં પાણીનો ટાંકો જમીનમાં બેસી ગયો છે.


06:55 PM, 7th Jul
webdunia

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે નાના વડાળા ગામમાં મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. ગામના કોઝવે પરથી ખાનગી શાળાની બસ તણાઈ હતી. બસમાં સવાર 8 વિદ્યાર્થિનીઓ અને બે શિક્ષકોના જીવ પડીકે બંધાયા હતા. ગામલોકોને જાણ થતા ગામલોકોએ બસમાં સવાર વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

નાના વડાળા ગામમાં કોઝવે પરથી જ્યારે બસ તણાઈ ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીની વચ્ચે ફસાયેલી બસ સુધી પહોંચવું મુશ્કેલ હતું. જેથી ગામલોકો અને ફાયરબ્રિગેડ દ્વારા દોરડાની મદદથી બસને બાંધી દેવામાં આવી હતી. જેથી પાણીના પ્રવાહમાં બસ આગળ તણાઈ ન જાય. બસમાં સવાર વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો બસ પર બેસી જતા ગામલોકોએ દોરડાની મદદથી તમામને ઉગારી લીધા હતા.


12:39 PM, 7th Jul
- 5 દિવસ ભારે વરસાદની આગાહી
- 8-9 જુલાઈએ અતિભારે વરસાદની સંભાવના
- દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના
- જૂનાગઢ, ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચાલુ લગ્ન વિધિમાં સ્ટેજ પર પહોંચીને પ્રેમીએ દુલ્હનની સેંથીમાં ભર્યો સિંદૂર, લોકોએ કરી નાખી ધુલાઈ