Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Photos Gujarat Heavy Rain - ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ ભારે વરસાદ, રાજકોટમાં આભફાટયું રામનાથ મહાદેવ પર થયો વરસાદનો જળાભિષેક

Photos Gujarat Heavy Rain - ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ ભારે વરસાદ, રાજકોટમાં આભફાટયું રામનાથ મહાદેવ પર થયો વરસાદનો જળાભિષેક
, શુક્રવાર, 13 જુલાઈ 2018 (12:23 IST)
રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે રાજ્યના 100 જેટલા ગામો સંપર્ક વિહોણા થઇ ગયા છે. બીજી તરફ અમદાવાદ અને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખેડૂતો હજુ પણ વરસાદની રાહ જોઇ રહ્યા છે.
webdunia
દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી વરસી રહેલા વરસાદે નદીઓમાં ઘોડાપૂર લાવી દીધું છે. સુરત, નવસારી, વલસાડ, વડોદરા સહિતના શહેરોમાં અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. અનેક ગામો સંપર્કવિહોણાં બની ગયાં છે . નવસારીમાં ભારે વરસાદથી દેવધા ડેમ ઓવરફ્લો થયો હતો અને ડેમના પાણી રસ્તા પર ફરી વળ્યાં હતા.
 
ગોંડલના દાળીયા ગામે નદીના પાણી દાળેશ્વર મંદિરમાં ઘૂસ્યા છે. કોલીથડ, હડમતાળા સહિતના ગામોમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વાળાધરી, દાળીયા, રીબ સહિતના ગામોમાં 6 થી 7 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે કોલીથડ પંથકના નદીનાળા, ચેકડેમો છલકાયા છે. ગોંડલના દેરડી(કુંભાજી), રાણસીકી,વિંઝીવડ, પાટખિલોરી, વાસાવડ સહિતના ગામોમાં દોઢ કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. હજુ પણ ધીમીધારે મેઘ સવારી યથાવત છે. ગામમાં 100 જેટલાં લોકોનું સ્થળાંતર કરાયું છે. અસરગ્રસ્તો માટે તંત્ર દ્રારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગર શેરીના ઝવેરીવિલા મકાનની દિવાલ ધરાશાયી થયાના પણ અહેવાલ છે. જોકે સદનસીબે દિવાલ ધરાશાયી થતાં કોઈ જાનહાની થઈ નથી. કલેક્ટર તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી હાથ ધરાઈ છે.
webdunia
પાટીયાળીથી રાજકોટ જતાં માર્ગ ઉપર નાલાનું ધોવાણ...

ગીર સોમનાથ માં આવેલ પ્રખ્યાત પ્રાચી તીર્થ માં આવેલ માધવરાય મંદિર વરસાદી પાણી માં ડૂબય
 
ગોંડલના  રાણસીકી ગામની કમોતડી નદીમાં પુર સાથે બે કાંઠે... રાજકોટના ન્યારી -1 ડેમમાં 5 ફૂટ પાણી આવતા સપાટી 9 ફૂટે પહોંચી. 
 
શહેરની મધ્યમાં આવેલ આજી નદી બંને કાંઠે વહી, નદીની મધ્યમાં આવેલ રામનાથ મહાદેવ પર થયો વરસાદનો જળાભિષેક, રામનાથ મંદિરમાં પણ  વરસાદી પાણી ફરી વળ્યા, મંદિર પાણીમાં ડૂબતા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટ્યા....
webdunia
રાજકોટ પંથકના જસદણમાં 1.5 ઇંચ વરસાદ ધોધમાર વરસાદ પડતા ગોઠણડૂબ પાણી ભરાયા.જસદણ ની ભાદર નદી માં ઘોડાપુર આવ્યું.લોકો નવા નીર ને  વધાવવા ટોળા ઉમટી પડ્યા
 
રાજકોટ : શાપર વેરાવળમાં ધોધમાર વરસાદ....
 
ઝુપડા પાણીમાં તણાયા...
 
લોકો ના ઘરમાં પાણી ઘુસી ગયા...
 
હાઈવે ના બને સર્વિસ રોડ બંધ થયા,  ટ્રાફિકજામ સર્જાયો....
 
બળધોઈ માં મેઘરાજા ની અસીમ કૃપા. . . . ગામ નું તળાવ 2 કલાક માં જ  ઓવરફ્લો
 
વીરપુર પંથકમાં ધોધમાર વરસાદ ચાલુ....
ધોધમાર વાવણી લાયક વરસાદ થી જગતનાતાત ખુશખુશાલ...
webdunia
દાળીયા ગામમા મંદીર મા પાણી ઘૂસ્યા ગામ ના લોકોને  સ્થળાંતર કર્યું  અને ભોજન વ્યવસ્થા કરી
 
જસદણમાં 3 કલાકમાં ધોધમાર 3 ઇંચ વરસાદ :  પોલરપર, બાખલવડ, નાની લાખાવડ, વિરનગર, કનેસરા, દેવપરા સહિતના ગામોમાં ભારે  વરસાદથી ખારીનદીમાં ઉમટેલું 
 
તોફાની વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવતા  જોવા માટે લોકોના ઉમટેલા ટોળાં
webdunia
બાબરા આટકોટ વચ્ચે ફૂલ વરસાદ ચાલુ છે.
 
ગોંડલ નજીકના ભાદર ડેમમાં વરસાદના નવા પાણીની આવકનો પ્રારંભ...
 
પ્રથમ વરસાદમાં જ ડેમમાં અઢી ફૂટ નવા પાણીની આવક સાથે ડેમની કુલ સપાટી  14.20 એ પહોચી...
 
ગોંડલ ના વેકરી, ચરખડી, પાટીદડ, સહિત ના ગામો ભારે વરસાદ ના પગલે નદી, નાળા છલકાય હતા... ખેતર માં પાણી ભરાયા...
 
ગોંડલ માં નીચાણવાળા વિસ્તાર માંથી 50 લોકો નું સ્થારંતર કરવામાં આવ્યું છે અને પુરવઠા ની એક ટીમ રાજકોટ થઈ રવાના કરવા માં આવી છે.
 
ગોંડલમાં આજે મેઘો મહેરબાન થયો હોય બપોર બાદ ધીમીધારે અવિરત 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અવિરત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી  ભરાયા હતા. જ્યારે નાગરશેરી માં આવેલ જવેરી વિલા ની દિવાલ ધરાશાયી થઈ હતી. આ સંદર્ભે એક બાઇક અને રેકડી પર નુકસાની થઈ હતી. કોઈ જાનહાની  થઈ ન હતી.
webdunia
ગોંડલ - અરડોઈ થી રિબડા જતા માર્ગ બંધ...
 
નવા બનાવવામાં માં આવતા પુલ ની હાલ ડાઇવર્ઝન સાઈડ માંથી કાઢતા ત્યાં વરસાદ નું પાણી ભરાય જતા હાલ  માર્ગ બંધ થવા પામ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહેબૂબા મુફ્તી બોલી - પીડીપીમાં તોડફોડ થઈ તો 1990 જેવી પરિસ્થિતિ થશે, અનેક સલાઉદ્દીન પેદા થશે પીડીપીમાં તોડફોડ થઈ તો 1990 જેવી પરિસ્થિતિ થશે, અનેક સલાઉદ્દીન પેદા થશે