Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી

અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી
, શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (11:07 IST)
અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક જ કલાકમાં અમદાવાદમાં ચોતરફ પાણી પાણી થઇ ગયું હતું. જેના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તો બીજી તરફ અખબાર નગર, શાહિબાગ, વેજલપુર, નારણપુરા સહતના અંડરબ્રિજ પાણી ભરાવવાના કારણે બંધ કરવામાં આવ્યા હતા. અખબાર નગર અંડરબ્રીજમાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે. તો સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
webdunia
શહેરના પાલડી, સાયન્સસીટી, મણિનગર, જીવરાજપાર્ક, વેજલપુર, શિવરંજની, નહેરુનગર, જોધપુર, ગુલબાઈ ટેકરા, એસજી હાઇવે વિસ્તારમાં વરસાદ ભારે વરસાદ વરસ્યો છે. આંબાવાડી, ભૂયંગદેવ, સત્તાધાર, નારણપુરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે શહેરના વસ્ત્રાલ, રામોલ, રિંગ રોડ, પંચવટી, ગોતા, આશ્રમ રોડ, ચંદખેડા, પ્રહલાદનગર, વાડજ, રાણીપ, બાપુનગર, સરસપુર, રખિયાલ, બોપલ, આંબલી, નવરંગપુરા, ખાડીયા, સીટીએમ, સરખેજ, જૂહાપુરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે.
 
ગત મોડી રાત્રે એક કલાકમાં પડેલા વરસાદના આંડકા આ મુજબ છે. ચાંદાખેડા, ઉસ્માનપુરા, દૂધેશ્વરમાં 2 ઈંચ વરસાદ ખોબક્યો હતો. ત્યારે બોડકદેવમાં પોણા બે ઈંચ, કોચરપુરમાં સવા ઈંચ અને નરોડા, વિરાટનગરમાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે, આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છુટા છવાયા વરસાદી ઝાપટાની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, પોરબંદર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની આગહી કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આગામી શનિ-રવિ સહિત તમામ જાહેર રજાના દિવસે ગુજરાતની તમામ RTO કચેરીઓ ચાલુ રહેશે