Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં આગામી 5 દિવસ તોફાની વરસાદની આગાહી

surat rain
, શનિવાર, 28 જૂન 2025 (10:33 IST)
આ વર્ષે ચોમાસું ધમાકેદાર રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે 13 જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ અને  હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ખાસ આગાહી કરી છે, જેમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લામાં ગઈકાલે પણ તોફાની વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં જ રાજ્યના 171 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જે ચોમાસાની સક્રિયતાની સ્પષ્ટ સાબિતી આપે છે. ગુજરાતમાં પાછલા અમુક સમયથી મોટા ભાગનાં સ્થળોએ વરસાદ પડી રહ્યો છે, ક્યાંક અનારાધાર તો ક્યાંક થોડા થોડા અંતરાલ બાદ. સુરત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો ભારે વરસાદને કારણ જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું.
 
અમદાવાદ-ગાંધીનગર શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને વહેલી સવારથી નોકરી-ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણમાં વરસાદી ઝાપટામાં લોકો મજા માણી રહ્યા છે.
 
જોકે, કેટલાંક સ્થળોએ વરસાદને ખેતી માટે લાભકારક ગણાવી ખેડૂતોએ વધાવી લીધાનાં પણ દૃશ્યો જોવા મળ્યાં હતાં.
ગુજરાતમાં ચોમાસું બરોબર બેઠું છે, ત્યારે ભારતના હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં હજુ વધુ ભારે વરસાદની આગાહી કરી છે. કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તેમજ ચોમાસું રાજ્યમાં ક્યાં સુધી સક્રિય રહેશે?
 
જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
વિગતવાર જોવામાં આવે તો સૌથી વધુ વરસાદ કલ્યાણપુરમાં 3 ઇંચ નોંધાયો છે. માંડવીમાં 2.6 ઇંચ, પારડીમાં 1.9 ઇંચ, નખત્રાણામાં 1.5 ઇંચ, ખંભાળીયા અને ઉમરગામમાં 1.5 અને 1.38 ઇંચ વરસાદ નોંધાયો છે. વાપી અને વધઈમાં પણ અનુક્રમે 1.38 અને 1.30 ઇંચ વરસાદ વરસ્યો છે. વ્યારામાં 1.22 ઇંચ અને માંગરોળમાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે.
 
ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી શું છે?
 
બંગાળની ખાડીમાં લો-પ્રેશર એરિયા રચાયો છે. આગામી દિવસોમાં આ લો-પ્રેશર એરિયા આગળ વધશે. જેની અસર આગામી દિવસોમાં ગુજરાતમાં પણ પડી શકે છે.
 
આનો અર્થ એ થાય છે કે હાલ ચાલી રહેલા વરસાદના રાઉન્ડ પર થોડા દિવસો બાદ બ્રેક લાગશે, પરંતુ થોડા અંતરાલ બાદ ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ રાજ્યમાં જોવા મળી શકે છે.
 
આ સિવાય ગુજરાતની પાડોશમાં પાકિસ્તાનની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે.
 
આ સિસ્ટમને કારણે ટ્રફ રેખા જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં હાલ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kolkata law student gangrape: 'મેં તેમના પગે પડી પણ તેણે મને...... પીડિતાએ બતાવ્યું શું-શું થયું હતું