Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video - ગુજરાતમાં 24 કલાકમાં 148 તાલુકાઓમાં મેઘમહેર, નર્મદા ડેમ 51 ટકાથી વધુ ભરાયો

rain in gujarat
અમદાવાદ , સોમવાર, 1 જુલાઈ 2024 (16:17 IST)
rain in gujarat
 છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકા અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના ૫૧.૫૮ ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય ૧૦૦ ટકા છલકાતાં હાઈએલર્ટ તેમજ ધોળી ધજા ડેમ ૮૮ ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૬.૮ ઇંચ વરસાદ થયો
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલ માહિતી મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૧૭૧ મિ.મી એટલે કે  ૬.૮ ઇંચ, ઓલપાડ તાલુકા ૧૪૪ મિવમી એટલે કે ૫.૭૬ ઇંચ, કામરેજ તાલુકામાં ૧૪૩ મિ.મી એટલે કે ૫.૭૨, સુરત સિટીમાં ૧૩૮ મિ.મી એટલે કે ૫.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે ૧૫૦ મિ.મી એટલે કે ૬ ઇંચ વરસાદ નોંધાયો હતો.વલસાડના વાપી તાલુકામાં ૧૨૯ મિ.મી એટલે કે ૫.૧૬ ઇંચ, કપરાડા તાલુકામાં ૧૧૩ મિ.મી એટલે કે ૪.૫૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. 
 
વાંસદા તાલુકામાં અંદાજિત ૨ ઇંચ વરસાદ થયો
ભરૂચના જિલ્લાના ભરૂચ તાલુકામાં ૧૦૯ મિ.મી એટલે કે ૪.૩૬ ઇંચ, જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકામાં ૧૦૬ મિ.મી એટલે કે ૪.૨૪ ઇંચ, જૂનાગઢ સિટીમાં ૧૦૬ મિમી એટલે કે ૪.૨૪ ઇંચ, વિસાવદર તાલુકામાં ૧૦૩ મિમી એટલે કે ૪.૧૨ ઇંચ વરસાદ નોધાયો હતો.આ ઉપરાંત નવસારી જિલ્લાના ખેરગામ, નવસારી, ગણદેવી, ચિખલી તેમજ મોરબી, રાણાવાવ, વાલોદ, કુકાવાવ વાડિયામાં અંદાજિત ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરપાડા, ધોરાજી, અમદાવાદ સીટી, કેશોદ, વાગરા, ડોલવન, ધનસુરા, ભુજ, સાણંદ, સોનગઢ, ગઢડા, કડી, ખંભાળીયા, કલ્યાણપુર, માંડલ, ઇડર, માંડવી (કચ્છ), ગાંધીનગર અને વાંસદા તાલુકામાં અંદાજિત ૨ ઇંચ વરસાદ થયો છે.
webdunia
rain in gujarat
જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના ૨૯.૬૦ ટકા પાણી સંગ્રહ થયું
રાજ્યના કુલ ૨૦૬માંથી એક જળાશય સંપૂર્ણ છાલકાયુ છે. જયારે ચાર જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા,૧૧ જળાશયો ૫૦ થી ૭૦ ટકા તેમજ ૩૩ જળાશયો ૨૫ થી ૫૦ ટકા સુધી ભરાયા છે એટલે કે રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના ૨૯.૬૦ ટકા પાણી સંગ્રહ થયું છે.ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૨૫.૨૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૪૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૨ ટકા, કચ્છના ૨૦માં ૨૧ ટકા, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૧૫ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧૦,૮૨૨ ક્યુસેક, ઉકાઈમાં ૬,૨૯૩, ઉબેણમાં ૫,૯૧૬,મોજમાં ૩,૯૫૨ તેમજ બાટવા -ખારો જળાશયમાં ૩,૮૫૯ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જેલમાં કેદીની સાથે આ કૃત્ય કરતી દેખાઈ મહિલા પોલીસ અધિકારી: તપાસ થઈ રહી છે