Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાવનગરમાં 2 કલાકમાં 3.5 ઇંચ, ગોંડલમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ

ભાવનગરમાં 2 કલાકમાં 3.5 ઇંચ, ગોંડલમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ
, સોમવાર, 8 જૂન 2020 (15:50 IST)
ભાવનગરમાં કલાકમાં કડાકા ભડાકા સાથે સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. તેમજ વરસાદે મનપાની પોલ ખોલી નાખી હતી અને રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાય ગયા હતા. વરસાદના પગલે ભરતનગરના યોગેશ્વરનગરમાં અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા તો કાળીયાબીડ સાગવાડીમાં 12 જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.

કુંભારવાડા, હાદાનગર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ સિંધી કેમ્પમાં મોબાઈલ ટાવર પર વીજળી પડતા શોર્ટ સર્કિટ થઇ હતી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભાવનગર જિલ્લામાં ઘોઘા સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ ગોંડલમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. આથી કાશી વિશ્વનાથ રોડ પર કેડસમા પાણી ભરાયા હતા.ભાવનગરના ભરતનગરમાં આવાસ યોજના હેઠળ ફ્લેટનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં પાછળ યોગેશ્વર સોસાયટીના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં રાખવામાં આવતા સોસાયટીના મોટાભાગના મકાનોમાં પાણી ઘૂસી જતાં રહેવાસીઓનો અનાજ, કરિયાણા સહિત સરસામાન પલળી ગયો હતો. ઘરમાં પાણી ઘૂસી જવાથી નાના બાળકો અને વૃદ્ધ લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
webdunia

ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસતા કોર્પોરેશનની પ્રિ- મોન્સૂન કામગીરીની પોલ ખૂલી પડી અને સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ઊનામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા બળકો ન્હાવાનો આનંદ લીધો હતો. ઊના પંથકના ખેડુતો વરસાદના આગમનથી ખુશ થયા છે.બપોર બાદ ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ગોંડલ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારે બફારા બાદ વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. માત્ર એક કલાકમાં જ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના કાશી વિશ્વનાથ રોડ પર કેડ સમા પાણી ભરાયા છે. તેમજ લાલપુર અન્ડરબ્રિજ પર એક બોલેરો ફસાઇ ગઇ હતી. આથી વાહનોની અવર-જવર અટકી ગઇ હતી. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વરસાદથી જિલ્લામાં ચેકડેમો છલકાયા છે. સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. અમરેલી, બગસરા, સાવરકુંડલા, ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લીલીયા તાલુકાના બવાડી, ઇંગોરાળાના કોઝવે પર પાણી ભરાયા હતા. સાવરકુંડલાના જેસર રોડ પર પણ પાણી ભરાયા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GSEB SSC Result 2020 Date & Time: આવતીકાલે જાહેર થશે ધોરણ-10નું પરિણામ, જાણો કેટલા વાગે આવશે પરિણામ