Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં કોરોનાના સંક્રમણની વચ્ચે હીટવેવની દહેશત, અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો

રાજ્યમાં કોરોનાના સંક્રમણની વચ્ચે હીટવેવની દહેશત, અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો
, બુધવાર, 14 એપ્રિલ 2021 (15:33 IST)
એક તરફ રાજ્યમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે. સંક્રમિત થયેલા દર્દીઓને સારવાર માટે વલખા મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અનેક ગામડાઓમાં વાયરસ વધુ ના ફેલાય તે માટે સ્વયંભૂ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. જ્યારે શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાદવામા આવ્યો છે. આ સ્થિતિ વચ્ચે લોકો ગરમી અને માવઠાથી પણ પરેશાન થયાં છે. બીજી તરફ  અમરેલી, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયાં છે.

છોટાઉદેપુર જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવતાં ભરઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  છેલ્લા બે દિવસથી ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. મંગળવારે અમદાવાદનું તાપમાન 40.6 ડિગ્રીએ પહોંચી ગયું હતું. મંગળવારે અમરેલી 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. તે ઉપરાંત ગાંધીનગરમાં પણ તાપમાન 41.6 ડિગ્રીએ પહોંચતા લોકો ગરમીમાં શેકાઈ જવા જેવી સ્થિતિમાં મુકાયા હતાં. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આગામી દિવસોમાં વર્તમાન ગરમીનું મોજું યથાવત્ રહેશે. કોરોનાકાળમાં લોકો સંક્રમિત થવાના ડરે ઘરની બહાર નીકળતાં ડરે છે. બીજી બાજુ જે દર્દીઓ સંક્રમિત થયાં છે તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં પણ અંગ દઝાડતી ગરમીમાં પણ દર્દીના પરિવારજનો દોડધામ કરી રહ્યાં છે.

મહામારી અને હીટવેવની વચ્ચે લોકો ખૂબજ હેરાન થયાં છે. બપોરના સમયે રસ્તાઓ પણ સૂમસામ જોવા મળી રહ્યાં છે. શહેરોમાં લોકોની અવર જવરનું પ્રમાણ પણ ગરમીને કારણે ઘટી ગયું છે. જ્યારે ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ હોવાથી લોકો ઘરમાં જ બેસીને રાહતનો શ્વાસ લઈ રહ્યાં છે.છોટાઉદેપુર, પાવી જેતપુર અને બોડેલી તાલુકાના અનેક ગામોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જોકે માવઠાને પગલે કેળ, પપૈયા, તલ, મગ, મકાઈ સહિત ઊભા પાક પકવતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના કોઠિયા ગામ પાસે ભારે પવનને પગલે ઝાડ પડ્યું હતું. રસ્તા વચ્ચે ઝાડ પડતાં ટ્રાફિકમાં ખોરવાઇ ગયો હતો, જેથી સ્થાનિકો ઝાડ હટાવવા કામે લાગ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM-CMની અપીલોને ભાજપના નેતાઓ ઘોળીને પી ગયા,પાટીલે હવે આંબેડકર જયંતીની ઉજવણીના નામે ભીડ ભેગી કરી