ગુજરાતમાં ચોમાસુ નિયત સમયે, 3 દિવસ બાદ ફરી ગરમી વધશે
, શનિવાર, 4 મે 2019 (15:37 IST)
ગુજરાતમાં ફેની વાવાઝોડાની શું અસર થશે તેને લઈ હવામાન વિભાગે જણાવ્યું હતું કે ફેની વાવાઝોડાની ગુજરાતના ચોમાસામાં કોઈ અસર થશે નહીં, પરંતુ 72 કલાક બાદ ફરીથી ગરમીનો પારો ઉચકાશે. તેમજ ગુજરાતમાં ચોમાસાનું તેના નિયત સમયે આગમન થશે. હવામાન વિભાગે જણાવ્યા મુજબ ફેની વાવાઝોડાની ગુજરાતના ચોમાસા પર કોઈ અસર નહીં થાય. બે દિવસ વાતાવરણ સામાન્ય રહેશે ત્યારબાદ ફરીથી રાજ્યમાં હીટવેવ શરૂ થશે. આગામી દિવસોમાં વરસાદની કોઈ સંભાવના નથી. પ્રેશર ડાઉન થવાના કારણે ગરમીમાં થોડી આશિંક રાહત મળી હતી. પરંતુ પ્રેશરનું પ્રમાણ વધતા આગામી 3 દિવસ બાદ ફરીથી ગરમીનો પારો ઉચકાશે. હાલના વાતાવરણ પ્રમાણે ગુજરાતમાં વહેલા ચોમાસાના કોઈ સંકેત નથી. 15 જૂનની આસપાસ મોનસુન શરૂ થઈ શકે તેવી શક્યતા છે.
આગળનો લેખ