Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં 7હજારથી વધુ લોકોને હીટવેવની અસર

ગુજરાતમાં 7હજારથી વધુ લોકોને હીટવેવની અસર
, શનિવાર, 13 મે 2017 (14:57 IST)
અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઉત્તરોતર વધી રહ્યો છે.  રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ૪૩.૩ ડિગ્રી રહ્યું હતું. ગરમીના કારણે ચાલુ માસમાં ૧૧ તારીખ સુધીમાં રાજ્યમાં ૭,૭૧૯ લોકો હિટવેવની ઝપટે ચઢ્યા હતા. જેમાં અમદાવાદમાં જ ૧,૭૮૯ લોકોને ૧૦૮ની મદદથી સારવાર આપાવની ફરજ પડી હતી. ગત એપ્રિલ માસમાં અમદાવાદમાં ૪,૬૪૯ લોકો અને રાજ્યભરમાં ૧૯,૩૫૬ લોકોને હિટવેવની અસર થવા પામી છે. જેમાં અસહ્ય ગરમીના કારણે ચક્કર આવવા અને બેભાન થઇને ઢળી પડવાના જ કુલ ૪,૯૦૯ કેસો સામે આવ્યા હતા. અમદાવાદ શહેરમાં ચાલુ માસમાં ૧૧ તારીખ સુધીમાં જ ૫૨૪ લોકો ગરમીના કારણે મૂર્છીત થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. સવારે ૮ વાગ્યાથી જ દેહ દઝાડતી ગરમી પડતી હોવાથી દિવસ દરમિયાન ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રાથમિક શાળાના શિક્ષકોની ગુણવત્તાનો મોટો સવાલ : HTATનું માત્ર 5.52% રિઝલ્ટ