Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સી-પ્લેન મેઈન્ટેનન્સમાં ગયું એ દિવસથી પાછું જ નથી આવ્યું? પ્રોજેક્ટ આખરે કેમ બંધ થવાને આરે આવ્યો

સી-પ્લેન મેઈન્ટેનન્સમાં ગયું એ દિવસથી પાછું જ નથી આવ્યું? પ્રોજેક્ટ આખરે કેમ બંધ થવાને આરે આવ્યો
, બુધવાર, 8 જૂન 2022 (15:32 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન અમદાવાદથી કેવડીયા સુધી શરૂ કરવામાં આવ્યો હતો. જે પ્રોજેક્ટ હવે બંધ થવાના આરે છે. આ પ્રોજેક્ટમાં આવક કરતાં ખર્ચ વધારે થતો હોવાથી કોઈ પણ એજન્સી આ પ્રોજેક્ટને ચલાવવા તૈયાર નથી. સી-પ્લેનમાં ખરાબી આવવાથી મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું હતું. જે બાદ પરત ફર્યું નથી. આ સેવા ફરી ક્યારે શરૂ થશે તે અંગે પણ હજુ કોઈ માહિતી નથી.

દેશમાં સર્વપ્રથમ સી-પ્લેન સેવા પ્રારંભ કરવાનું ગૌરવ ગુજરાત ચોકકસથી લઈ શકે છે. પરંતુ આ સેવાના પ્રારંભ બાદ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવા હવે ભવિષ્યમાં શરૂ થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. રાજ્ય સરકારે સી-પ્લેન સેવા એક સહેલાણી આકર્ષણ તરીકે શરૂ કરી હતી અને તેનો હેતુ ઉમદા હતો કે આપણા જળમાર્ગોનો ઉપયોગ વધે પરંતુ આ સેવામાં વારંવાર વિધ્ન આવ્યા હોવાથી સરકારે સી-પ્લેન પ્રોજેક્ટને જ હાલ હોલ્ડ પર મૂકી દીધો હોય તેવું લાગી રહ્યું છે. સી-પ્લેનને મેન્ટેનન્સ માટે મોકલ્યા બાદ હજુ સુધી સી-પ્લેન પરત નથી ફર્યું.

આ સમયગાળામાં પણ સી-પ્લેન સેવા અવારનવાર બંધ કરવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારે પણ અગાઉ બજેટ સત્રમાં સ્વીકાર્યું હતું કે રાજ્ય સરકારે રૂ. 7.70 કરોડની રકમ આ સેવાનો પ્રારંભ કરવા માટે ખર્ચ કર્યો હતો. અગાઉ ત્રણ ખાનગી કંપનીઓએ આ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરવા બીડ કરી હતી પરંતુ તેના ઉંચા ઓપરેટીંગ ખર્ચના કારણે તેમજ સહેલાણીઓ નહીં મળતા હોવાના કારણે આ સેવામાં કોઈ ખાનગી ઓપરેટરોએ રસ દાખવ્યો નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોંઘવારીનો વધુ એક મારઃ ગુજરાતમાં રીક્ષા ભાડામાં વધારો જાહેર, જાણો શું છે નવો રેટ