Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતના ડુમસ બીચ ખાતે હર્ષ સંઘવીએ ‘બીચ વોલિબોલ ટુર્નામેન્ટ’ કરાવ્યો પ્રારંભ, ગૃહમંત્રી હાથ અજમાવ્યો

સુરતના ડુમસ બીચ ખાતે હર્ષ સંઘવીએ ‘બીચ વોલિબોલ ટુર્નામેન્ટ’ કરાવ્યો પ્રારંભ, ગૃહમંત્રી હાથ અજમાવ્યો
, શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (09:24 IST)
ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતના ડુમસ બીચ ખાતે બીચ વોલિબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આંધ્રપ્રદેશ અને ગુજરાત વચ્ચે આ ટુર્નામેન્ટની પ્રથમ બીચ વોલિબોલ મેચ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રીએ ખેલાડીઓ સાથે વોલિબોલ રમી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. નોંધનીય છે કે, તા.૬ ઓક્ટો.થી શરૂ થયેલી બીચ વોલિબોલ સ્પર્ધા તા. ૯ ઓક્ટો. સુધી ડુમસ બીચ પર રમાશે. 
 
જેમાં ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા, કેરળ, દિલ્હી, પોંડીચેરી, ઓડિશા, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ ૧૨ રાજ્યોની ટીમો ભાગ લઈ રહી છે. આ પ્રસંગે ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, મેયર હેમાલીબેન બોઘાવાલા, મ્યુ.કમિશનર બંછાનિધી પાની, નાયબ વનસંરક્ષક પુનિત નૈયર, સુડાના ઈ.CEO અરવિંદ વિજયન, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, વોલિબોલ ફેડરેશનના પ્રતિનિધિઓ સહિત શહેરીજનો, શાળાના વિદ્યાર્થીઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાષ્ટ્રપતિ મુર્મુએ ગુજરાતની કરી પ્રશંસા, ભડ્ક્યા કોંગ્રેસ નેતા- કહ્યું, ચમચાગિરીની હદ હોય