Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Surat Rape-Double Murder Case સુરતમાં રેપ- ડબલ મર્ડર કેસમાં આરોપી હર્ષ સહાયને ફાંસી અને હરિઓમ ગુર્જરને આજીવન કેદની સજા ફટકારાઈ

Surat Rape-Double Murder Case સુરતમાં રેપ- ડબલ મર્ડર કેસમાં આરોપી હર્ષ સહાયને ફાંસી અને હરિઓમ ગુર્જરને આજીવન કેદની સજા ફટકારાઈ
, સોમવાર, 7 માર્ચ 2022 (13:46 IST)
3 વર્ષ અગાઉ સુરતના પાંડેસરામાં માતા-પુત્રીના ચકચારીત ડબલ મર્ડર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સહિત બન્નેને દોષી ઠેરવી આજે સજા ફટકારવામાં આવી છે. મુખ્ય આરોપી હર્ષસહાય ગુર્જરને ફાંસી અને સહઆરોપી હરિઓમ ગુર્જરને આજીવન કેદની સજા કરવામાં આવી છે. સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન.પરમારે દલીલો કરી હતી.

સમગ્ર કેસમાં જે તે સમયે પોલીસે ખાસ્સી મહેનત કરીને આરોપી સામે એવિડન્સ ભેગા કર્યા હતા. શરૂઆતમાં બંને માતા-દીકરી છે એ જ ખબર ન હતી. બંન્ને લાશ જુદા-જુદા સ્થળ ફેંકી હતી. બાદમાં ડીએનએ ટેસ્ટ બાદ તેની અંગેની પૃષ્ટિ કરાઈ હતી. નરાધમે બાળકી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લાકડી નાંખી મોતને ઘાટ ઉતારી હતી. કેસની વિગત મુજબ 6 એપ્રિલ, 2018ના રોજ ભેસ્તાન સાઇ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 11 વર્ષની બાળકીની લાશ મળી હતી. તેની પર જાતીય હુમલો અને બળાત્કાર થયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. આ દરમિયાન 6 દિવસ બાદ સચીન-મગદલ્લા હાઇવે પર એક મહિલાની લાશ મળી હતી. જેને ગળેફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. સીસીટીવી વગેરે જહેમત બાદ પોલીસે કાળા કલરની કારમાં આ લાશ ફેંકી ગયુ હોવાનું સપાટી પર આવ્યુ હતુ. જોકે, આરોપીએ હત્યા બાદ માતા અને દીકરીની લાશ અલગ-અલગ સ્થળે ફેકીં દીધી હતી.બંને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા પહેલાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બંને માતા-પુત્રી હોવાનું ખુલ્યું હતું. કારના આધારે પોલીસે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર અને હરિઓમ હીરાલા ગુર્જરની ધરપકડ કરી હતી. કોર્ટમાં બંને કેસ સાથે જ ચલાવવા માટે કરાયેલી અરજી મંજૂર રહેતા 4 માર્ચના રોજ કોર્ટમાં બંન્ને આરોપીઓને તકસીવરા ઠેરવવામાં આવ્યા હતા
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત: રેપ વિથ મર્ડર કેસમાં આરોપીને ફાંસી : દીકરી સામે માતાની હત્યા કરી કિશોરીના ગુપ્તાંગમાં લાકડી નાખી મોતને ઘાટ ઉતારી હતી