Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિકે પાટીદાર સમાજને ગુમરાહ કરીને 250 કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી, તે સમાજનો ગદ્દાર છે

patidar samaj
, મંગળવાર, 29 નવેમ્બર 2022 (15:31 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર પાટીદાર અનામતનો મુદ્દો ઉભો થયો છે. આજે પાટીદાર અનામત આંદોલન સમિતિએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે,વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં જે આંદોલન શરૂ થયું હતું તેમાં મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતા. પાટીદાર સમાજની મુખ્ય માગણી OBCની હતી તેની જગ્યાએ EBCની લોલીપોપ પકડાવીને પોતે 10 ટકા EBC અપાવ્યું હોવાની વાત કરે છે એ ખોટી છે. આજે હાર્દિક પટેલ કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે એવા આક્ષેપ PAAS દ્વારા કરવામાં આવ્યા છે.

હવે પાટીદાર સમાજ હાર્દિક પટેલનો ખુલ્લેઆમ વિરોધ કરશે. વિરમગામમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાનો અને પાટીદાર સમાજના યુવાનો હાર્દિક પટેલનો વિરોધ કરશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન નિલેશ એરવડીયાએ જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો. હાર્દિક પટેલે સમાજને ગુમરાહ કરીને જે ઓબીસીની મુખ્ય માંગણી હતી તેની જગ્યાએ 10% ઈબીસીનું લોલીપોપ પકડાવીને પોતે આ અપાવ્યું હોવાની વાત કરે છે. જે ખોટી છે. લાખો પાટીદાર યુવાનો રોડ ઉપર ઉતર્યા હતા અને તેમની સામે કેસ થયા હતા. આજે પણ અનેક યુવાનો કોર્ટ કચેરીના ધક્કા ખાય છે પરંતુ હાર્દિક પટેલે કરોડો રૂપિયાની સંપત્તિ લીધી છે. આશરે 200થી 250 કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી દીધી છે અને હવે પોતે દિલ્હીથી સોલિસિટર અને ઉંચી ફી આપી વકીલો પાસે પોતાની અલગ ચાર્જશીટ બનાવડાવી પોતે કેસમાંથી નીકળવાની વાત કરે છે. તેમણે કહ્યું હતું કે, અમે હાર્દિક પટેલનો ખુલ્લો વિરોધ કરીશું. વિરમગામમાં જઈને પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાનો અને પાટીદાર સમાજ તેનો વિરોધ કરશે.

હાર્દિક પટેલ પાટીદાર સમાજનો ગદ્દાર છે. કારણ કે હાર્દિક પટેલે જ્યારે ભાજપમાં જોડાવાની વાત કરી હતી ત્યારે તેણે કમિટમેન્ટ કરી હતી કે બે મહિનામાં હું 14 પાટીદાર યુવાનોને ન્યાય અપાવીશ. સરકારી કે અર્ધસરકારી નોકરી અપાવીશ પરંતુ તેણે એક પણ કામ કર્યું નથી. હાર્દિક પટેલ લોભ લાલચ અને હોદ્દા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે અને તેણે પાટીદાર સમાજને ગુમરાહ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજ પર અત્યાચાર કર્યો અને અમારા દસ યુવાનોનો ભોગ લીધો છે. માટે ભાજપ સામે અમારો વિરોધ છે અને જ્યાં સુધી ન્યાયિક લડત લડાશે ત્યાં સુધી અમારો વિરોધ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ ગુજરાત છેઃ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ભાજપના કાર્યાલય પર ચા પીવા ગયા