દિવાળીની રજાઓ સાથે વીકએન્ડ ઉમેરાતા લેકસિટી ઉદેપુર પ્રવાસીઓથી ઉભરાઇ રહ્યું છે. સરોવરની નગરીમાં હાલ ગુજરાતી પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. જોક્લે ગુજરાતમાં ધનતેરસથી માંડીને લાભ પાંચમ સુધી તમામ વેપાર ધંધા અને ઓફિસો બંધ રહે છે. ત્યારે એવામાં મોટી સંખ્યામાં ગુજરાતી પર્યટકો અન્નકૂટ પર શ્રીનાથજીના દર્શન અને ઉદેપુર ફરવા માટે નિકળી પડે છે. તેના લીધે પર્યટન સ્થળો પર ખૂબ જ ભીડ છે. ફતેસાગર લેકના બોટીંગ સ્ટેન્ડ, સિટી લેક, કરણી માતા રોપવે , સહેલીયા કી બાડી, સુખાડિયા સર્કલ અને સજ્જનગઢ સહિત મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. મુંબઇ બજારમાં પણ લાંબું વેટીંગ છે.
પર્યટન વિભાગના આંકડા પર નજર કરીએ તો ઉદેપુરમાં જુલાઇ મહિનામાં 7,595, ઓગસ્ટમાં 1 લાખ 580 સપ્ટેમ્બર, સપ્ટેમ્બરમાં 85, 940 અને ઓક્ટોબરમાં 1 લાખ પ્રવાસીઓ ઉદેપુર ઉમટ્યા. એક મોટા અનુમાન તરીકે ઉદેપુરમાં શનિવારે 12 હજારથી વધુ મુસાફરો રહા. તો બીજી તરફ રવિવારે અહીં સંખ્યા વધીને લગભગ 15 હજારને પાર કરી ગઇ છે.
હોટલ એસોસિએશનના અધ્યક્ષએ જણાવ્યું હતું કે દિવાળી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉદેપુર પહોંચે છે. ગત વર્ષે કોરોનાના લીધે પ્રવાસીઓ આવી શક્યા ન હતા. પરંતુ આ વખતે પ્રવાસીઓ ફરવા માટે ઉત્સાહી છે. જોકે ગુજરાતી હોટલોમાંથી વધુ રીસોર્ટમાં રોકાવવાનું પસંદ કરી રહ્યા છે.