પદ્મશ્રી ડો. તેજસ પટેલ, સુધીર શાહ સહિત 35 તબીબો ભાજપમાં જોડાયા

બુધવાર, 14 ઑગસ્ટ 2019 (11:37 IST)
ભારતીય જનતા પાર્ટીની સભ્ય નોંઘણીની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. ગુજરાતમાંથી જાણીતા કલાકારો સહિત ડોક્ટરો પણ હવે ભાજપનો ખેસ ધારણ કરી રહ્યાં છે. પદ્મશ્રી તેજસ પટેલ અને ડો. સુઘીર શાહ સહિતના 35 જેટલા ગુજરાતના અગ્રગણ્ય તબીબો મંગળવારે 13 ઓગસ્ટે ભાજપમાં જોડાયા હતાં. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ડો તેજશ શાહ, ડો સુધીર શાહ, ડો અનિલ જૈન, ડો કૌસ્તુભ પટેલ, ડોક્ટર નાગપાલ, ડો અતુલ મુનશી, ડો અનિરુધ શાહ સહિત 30થી વધારે ડોક્ટરોને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. ભાજપમાં જોડાયેલા અન્ય તબીબોમાં ડો સપન પંડ્યા, ડો હેમંત પટેલ, ડો ભરત પટેલ, ડો રક્ષીત, ડો જય કોઠારી, ડો જગદીપ શાહ, બિપીન પટેલ, ડો કર્ણવ પંચાલ, ડો તેજસ પટેલ, ડો સમીર દાણી, ભાવેશ ઠક્કર, ડો મનદીપ શાહનો સમાવેશ થાય છે.

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ કોંગ્રેસમાં વકરતો જૂથવાદઃ મોટા નેતાઓની હાજરીમાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે મારામારી