Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જનતા કર્ફ્યૂ પહેલા ફરવા ગયેલા 200 ગુજરાતી ગોવામાં ફસાયા

જનતા કર્ફ્યૂ પહેલા ફરવા ગયેલા 200 ગુજરાતી ગોવામાં ફસાયા
, શુક્રવાર, 3 એપ્રિલ 2020 (14:04 IST)
કોરોના વાઈરસના સંક્રમણથી બચવા વડાપ્રધાને 22 માર્ચે જનતા કર્ફ્યૂ અને ત્યારબાદ લૉકડાઉન જાહેર કરતાં ગોવા ફરવા ગયેલા ગુજરાતીઓ ત્યાં ફસાયા છે. મહારાષ્ટ્રની બોર્ડર સીલ હોવાથી તેઓ ત્યાંથી પણ નીકળી પણ શકતા નથી. તેમના જેવા ગોવાના અલગ અલગ વિસ્તારોમાં 200થી વધુ ગુજરાતીઓ હોવાની શક્યતા છે. હાલમાં તેમને હોટેલમાં જ રોકી દેવામાં આવ્યા છે. જો કે હોટેલવાળા ભાડું વસૂલ કરશે તેમ જણાવ્યું હતું. બીજી બાજુ અહીંથી નીકળવા માટે અમે અમારા વિસ્તારના ધારાસભ્યો, સંસદ સભ્યોને પણ મદદ માટે રજૂઆત કરી  છે. તેની સાથે જ અહીં ગોવાના વહીવટી અધિકારીઓ સાથે પણ વાત કરતા તેમણે અહીંથી જવાની મંજૂરી આપી દીધી હતી પરંતુ આ મંજૂરી ગોવા મહારાષ્ટ્ર બોર્ડર સુધી જ હતી. આ સ્થિતિમાં અમને મહારાષ્ટ્ર સરકાર તરફથી આગળ જવાની મંજૂરી ન મળે તો અમે વચ્ચે અટવાઈ જઈએ તેવી સ્થિતિ હોવાથી હાલ અહીં જ રોકાઈ રહ્યા છીએ. આ સ્થિતિમાં ગુજરાતની સરકારે અમને અહીંથી બહાર કાઢવા પ્રયાસ કરવો જોઈએ તેવી અમારી વિનંતી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં વિદેશથી આવેલા 4084 લોકોનો ક્વૉરન્ટિન પૂરો થયો