Publish Date: Mon, 19 Jul 2021 (16:50 IST)
Updated Date: Mon, 19 Jul 2021 (16:51 IST)
રાજ્યના યુવાનોને નશાની લત ઉપર ચડાવવા માટે નશાના વેચાણકર્તાઓ અવનવા કીમિયો અપનાવીને નશાની સમગ્ર વસ્તુઓને રાજ્યમાં છુપી રીતે ઘુસાવી રહ્યા છે. ગુજરાતમાં નશાનો નેટવર્ક આગળ વધતા અટકાવવામાં ગુજરાત પોલીસ સફળ રહી છે. અત્યાર સુધી ઝડપાયેલા નશીલા દ્વવ્યની જો વાત કરીએ તો ગાંધીનગરમાં છેલ્લાં 6 માસમાં 1 અબજ કરતાં વધુ નશીલા દ્વવ્યો ઝડપાયા છે. જેમાં નશીલા દ્વવ્યોની હેરાફરી કરનાર 251થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરોડામાં ચરસ, ગાંજો , તેમજ વિદેશી દારૂની બોટલો મોટી માત્રામાં પકડાઈ રહી છે.