Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 22 April 2025
webdunia

અમદાવાદમાં વૃદ્ધે ઘરની બાલ્કનીમાંથી જાતે સળગીને પાંચમા માળેથી નીચે કૂદકો માર્યો, મોત નિપજ્યું

webdunia Gujarati
, બુધવાર, 13 જાન્યુઆરી 2021 (10:46 IST)
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કે.કે નગર પાસે સમર્પણ ટાવરમાં પાંચમા માળેથી એક વૃદ્ધે સળગેલી હાલતમાં નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. વહેલી સવારે ઘરના કોઈ વ્યક્તિને જાણ ન થાય તે રીતે વૃદ્ધે કોઈ રીતે સળગી ઝંપલાવ્યુ હતું.ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક વૃદ્ધને સારવાર માટે 108માં હોસ્પિટલમાં મોકલ્યા હતા. જ્યાં તેઓનું મોત થયું હતું. ફાયરબ્રિગેડના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, જયપ્રકાશ (ઉ.વ.65) નામના વૃદ્ધે ઘરે બાલ્કનીમાં ટેબલ મૂકી અને સળગી નીચે કૂદકો માર્યો હતો. પત્ની અને બે બાળકીઓને જાણ ન થાય તે રીતે વૃદ્ધે આપઘાત કર્યાની આશંકા છે. ઘાટલોડિયા પોલીસ પણ ઘટનાસ્થળે પોહચી અને તપાસ શરૂ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Uttarayan Speail News - ઉત્તરાયણ માટે ગૃહ વિભાગે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગતકડાં જેવા નિયમોથી ભારે રોષ, સોશિયલ મીડિયામા સવાલો વહેતા થયા