Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rajkot News - જ્યારે 12 સિંહના ઝુંડ વચ્ચે સ્ત્રીએ આપ્યો બાળકને જન્મ

Rajkot News - જ્યારે 12  સિંહના ઝુંડ વચ્ચે સ્ત્રીએ આપ્યો બાળકને જન્મ
રાજકોટ. , શનિવાર, 1 જુલાઈ 2017 (17:20 IST)
શુ કોઈ સ્ત્રી  સિંહના ટોળા વચ્ચે બાળકને જન્મ આપી શકે છે. સાંભળવામાં જરૂર થોડુ વિચિત્ર લાગી રહ્યુ છે પણ સાચે જ આવુ બન્યુ છે. આ ઘટના ગુજરાતમાં બની છે. અમરેલીના જાફરાબાદ તાલુકામાં લુંસાપુર ગામની પાસે એક ગર્ભવતી મહિલાને લઈને જઈ રહેલ એમ્બુલેંસને  સિંહના ટોળાએ ઘેરી લીધુ. ટોળાના લગભગ 11-12 વાઘ રસ્તા પર જ હતા અને તેમણે એમ્બુલેંસને ઘેરી લીધી. ડ્રાઈવરે ગભરાઈને એંબુલેંસ રોકી દીધી.  સિંહ એંબુલેંસને આગળ વધવા દઈ રહ્યા નહોતા. 
 
આ દરમિયાન સ્ત્રીની હાલત વધુ બગડવા માંડી અને રક્તસ્ત્રાવ પણ શરૂ થઈ ગયો. આવામાં એંબુલેંસ સ્ટાફે ગાડીની અંદર જ પ્રસવ કરાવવાનો નિર્ણય લીધો.  સ્ટાફે ડોક્ટરનો ફોન પર સંપર્ક કર્યો અને મળી રહેલ સલાહ મુજબ 25 મિનિટમાં ડિલિવરી કરવામાં સફળતા મેળવી.  ડિલિવરી થતા સુધી  સિંહનુ ટોળુ એંબુલેંસને ઘેરીને ઉભુ રહ્યુ. 
 
નવજાતને બેબી વોર્મરમાં મુક્યા પછી ડ્રાઈવરે એમ્બુલેંસને ધીરે ધીરે આગળ વધારવી શરૂ કરી.  સિંહ પણ રસ્તા પરથી પાછળ હટવા માંડ્યા.  થોડી જ મિનિટોમાં તેમનો રસ્તો સાફ થઈ ગયો.  ગઢિયાએ જણાવ્યુ કે મહિલા અને નવજાતને જાફરાબાદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Killer Paratha - 50 મિનિટમાં ખાઈ લેશો આ 3 પરાઠા તો આખી જીંદગીનુ ખાવાનું મળશે ફ્રી !!