Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત માર્ચથી મે મહિના સુધી રહેશે મહત્તમ તાપમાન - હવામાન વિભાગની આગાહી

ગુજરાત માર્ચથી મે મહિના સુધી રહેશે મહત્તમ તાપમાન - હવામાન વિભાગની આગાહી
, બુધવાર, 2 માર્ચ 2022 (10:54 IST)
આમ તો ગરમીના મામલે રાજસ્થાન પછી ગુજરાતમાં સૌથી વધુ ગરમી પડે છે.  કેટલાક રાજ્યોમાં માર્ચ સુધી થોડી ઠંડક જોવા મળે છે પણ ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતથી તાપમાન વધવુ શરૂ થઈ જાય છે.  આ ઉનાળામાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે, એટલે કે હીટવેવના દિવસોમાં વધારો થશે. ભારતીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું હતું કે બે મહિનામાં પશ્ચિમ અને એનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની ઘણી વધુ શક્યતા છે. 
 
હવાનાબ વિભાગ મુજબ માર્ચમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં તાપમાન સામાન્યથી વધારે રહેવાની શક્યતા છે. વિભાગે કહ્યું હતું કે આ અવધિ દરમિયાન હિંદ-ગંગાક્ષેત્રના મેદાની વિસ્તારોમાં લૂનો કહેર સામાન્યથી ઓછો રહેવાનું અનુમાન છે. મહત્તમ તાપમાન સામાન્યથી 6.5 ડીગ્રી સેલ્સિયસથી વધુ રહેતાં ગંભીર લૂ જાહેર કરવામાં આવે છે. IMDએ એવું પણ કહ્યું છે કે ભારતમાં શિયાળામાં 44 ટકા વધુ વરસાદ નોંધાયો છે. દેશમાં ફેબ્રુઆરીમાં ભારે વરસાદની 15 ઘટના નોંધાઈ, જે ચાર વર્ષમાં સૌથી ઓછી છે. 2021 અને 2020માં 18 વખત વરસાદ નોંધાયો હતો.
 
આ વર્ષથી હવામાન વિભાગ દેશભરમાં હીટવેવની ચેતવણી આપવાનું શરૂ કરશે. આ ચેતવણીમાં છેલ્લા 5 દિવસના તાપમાનની વિગતો હશે તથા સામાન્ય કરતાં તાપમાન કેટલું ઓછું કે વધારે છે એ પણ જણાવશે, સાથે જ આગામી 5 દિવસ કેટલું તાપમાન રહેશે એની જાણકારી પણ અપાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર