Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Viral Video - એકસાથે રોડ પાર કરતાં જોવા મળ્યા 3 હજાર હરણ, પીએમ મોદીએ વીડિયો શેર કરી કહ્યું Excellent!

Viral Video - એકસાથે રોડ પાર કરતાં જોવા મળ્યા 3 હજાર હરણ, પીએમ મોદીએ વીડિયો શેર કરી કહ્યું Excellent!
, ગુરુવાર, 29 જુલાઈ 2021 (12:31 IST)
સોશિયલ મીડિયા પર હરણોનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એકસાથે ત્રણ હજાર હરણ રોડ પાર કરતાં જોવા મળી રહ્યા છે. આ નજારો ગુજરાતના ભાવનગરમાં વેળાવદર પાસે આવેલા રાષ્ટ્રીય કાળિયાર અભ્યારણનો છે, જ્યાં ત્રણ હજાર હરણોનું ઝૂંડ રસ્તો પાર કરતાં કેમેરામાં કેદ થયું હતું.
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શેર કરવામાં આવેલા આશ્વર્યજનક વીડિયોમાં ગુજરાતના ભાવનગર જિલ્લાના એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળા હરણોને રોડ પાર કરતાં જોવા મળી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું આ નજારાનું વર્ણન કર્તાઅં વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે. Excellent!

 
webdunia
વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કમાં મોટા ઝૂંડનો વીડિયો, જેને ગુજરાતના માહિતી વિભાગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો, પ્રધાનમંત્રી દ્વારા રીટ્વિટ કરવામાં આવ્યું. 
 
માહિતી વિભાગના અનુસાર 3 હજારથી વધુ કાળા હરણ ઝૂંડનો ભાગ હતા, જે હવામાં કૂદતા છલાંગ લગાવતાં જોવા મળ્યા હતા. 
 
કાળાહરણ સંરક્ષિત જાનવર છે અને 1972થી વન્યજીવ અધિનિયમ હેઠળ તેમના શિકાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એકવાર ભારતીય ઉપમહાદ્રીપમાં મોટાપ્રમાણમાં શિકાર અને જંગલની કાપણીના લીધે તેમની સંખ્યામાં ઘટાડો થયા બાદ હવે તે લુપ્તપ્રાય પ્રજાતિઓની યાદીનો ભાગ છે. 
 
વેળાવદર રાષ્ટ્રીય અભ્યારણ ભાવનગરના ઉત્તરમાં એક કલાકના અંતરે બ્લેકબકની વસ્તી માટે પ્રસિદ્ધ છે. દક્ષિણમાં ખંતાભની ખાડીના તટ પર સ્થિત આ અભ્યારણ 34 વર્ગકિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલું છે. બ્લેકબક્સ ઉપરાંત પાર્કમાં મોટી સંખ્યામાં પક્ષીઓ અને જાનવરોની પ્રજાતિઓ વસવાટ કરે છે. પેલિકન અને ફ્લેમિંગો જેવા પ્રવાસી પક્ષીઓની પ્રજાતિઓ અહીં જોવા મળી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lockdown- કેરળમાં બે દિવસનું લોકડાઉન-કેરળમાં કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ