Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોદી અને અમિત શાહ સાથે સ્ટાર પ્રચારક તરીકે યોગી આદિત્યનાથ નું નામ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોદી અને અમિત શાહ સાથે સ્ટાર પ્રચારક તરીકે યોગી આદિત્યનાથ નું નામ
, સોમવાર, 27 માર્ચ 2017 (15:25 IST)
ગુજરાતમાં આગામી સમયમાં યોજાવા જઈ રહેલી ચૂંટણીનો ઘંટનાદ થવા જઈ રહ્યો છે. બંને મુખ્ય પાર્ટીઓમાં જોઈએ તો સ્ટાર પ્રચારકો માટેનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ એવી ચર્ચાઓ કરે છે કે હવે ચૂંટણી ખૂબજ નજીક છે અને તેના સ્ટાર પ્રચારક તરીકે પ્રશાંત કિશોર છે ત્યારે ભાજપના સુત્રો એવું જણાવી રહ્યાં છે કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મિટીંગ બાદ એક નવું પ્રચારકોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે

જેમાં મોદી અને અમિત શાહ સહિત ઉત્તર પ્રદેશના નવા સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાતની ચૂંટણીનો પ્રચાર કરશે અને તેઓ પીએમ મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સાથે સ્ટાર પ્રચારક તરીકે કામ કરશે. ઉત્તર પ્રદેશમાં 300 સીટો પર જીત મેળવ્યા બાદ ગુજરાતમાં ભાજપે 150 જેટલી સીટો પર જીત મેળવવાનો ટાર્ગેટ બનાવી દીધો છે.  ભાજપાના પ્રદેશ અધ્યક્ષ વાધાણીએ રાજકોટમાં કાર્યકરોની મીટીંગ સંબોધ્યા બાદ કદાચ આ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હોવાનું મીડિયા રીપોર્ટમાં પ્રકાશમાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ ૪૧.૩ ડિગ્રી ગરમીમાં શેકાયું, સિઝનનો સૌથી ગરમ દિવસ