Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાળક પર અત્યાચાર કરનારી કેયરટેકરની ધરપકડ, CCTV ફુટેજમાં મળ્યા પુરાવા

બાળક પર અત્યાચાર કરનારી કેયરટેકરની ધરપકડ, CCTV ફુટેજમાં મળ્યા પુરાવા
, શનિવાર, 5 ફેબ્રુઆરી 2022 (16:28 IST)
રાંદેર પાલનપુર પાટિયા હીમગીરી સોસાયટીમાં શિક્ષકના 8 માસના બે ટ્વીન્સ બાળકોને સાચવવા રાખેલી કેરટેકરે વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢી નાખ્યો હતો. તેણીએ 5 મિનીટ સુધી એક બાળકને પલંગ પર 4થી 5 વાર પછાડી, કાન અમળાવી હવામાં ફંગાળી માર માર્યો હતો. જેના કારણે બાળક બેહોશ થઈ ગયું હતું. આથી કેરટેકરે બાળકના માતા-પિતાને જાણ કરી હતી.
 
કેરટેકર તરીકે કોમલ છેલ્લા 3 મહિનાથી રાખી હતી અને તેનો 3 હજારનો પગાર હતો. 8 માસના બે બાળકો ટ્વીન્સ છે અને બાળકના પિતા સ્કુલમાં શિક્ષક અને માતા આઈટીઆઈમાં ઈન્સ્ટ્રચર છે. જયારે આરોપી મહિલા કોમલનો પતિ પણ સ્કુલમાં નોકરી કરે છે.પોલીસે જણાવ્યું કે, કોમલને સંતાનો નથી ઉપરથી ઘરનું ટેન્શન હતું. જેથી તેણે બાળક પર ગુસ્સો ઠાલવી તેને પલંગમાં પછાડી, કાન અમળાવી તેમજ હવામાં ઉછાડી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. માતા-પિતા ઘરેથી નોકરી પર જતા હતા ત્યાર પછી બાળકો ખૂબ રડતા હોય છે એવું સ્થાનિકોએ વાલીને અગાઉ વાત પણ કરી હતી. આથી વાલીએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાડ્યા હતા. જેના કારણે કેરટેકરનો મામલો બહાર આવી ગયો હતો.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકના માથામાં ત્રણ ફ્રેક્ચર થયા છે. હાલ બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઘરમાં કોઈ હાજર ન હતું.  મહિલાને ખબર ન હતી કે ઘરમાં સીસીટીવી પણ લગાવેલા છે. પરિવારના લોકોએ  જ્યારે CCTV ચેક કર્યા તો જાણવા મળ્યું કે મહિલાએ બાળક પર પાંચ મિનિટ સુધી સતત ત્રાસ ગુજાર્યો હતો. આ પછી આઠ માસના બાળકના પિતા મિતેશભાઈ પટેલે મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
 
કેરટેકર બેડ પર માસૂમનું માથું પટકતી જોવા મળી 
 
કેરટેકર બાળકને નિર્દયતાથી મારતી હતી તેનુ દ્રશ્ય કેમેરામાં કેદ થયું હતું. વીડિયોમાં તે બાળકીને વારેઘડીએ બેડ પર પછાડતી  જોવા મળે છે. તેણી તેના વાળ ફેરવતી અને તેને નિર્દયતાથી થપ્પડ મારતી પણ જોવા મળે છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીના લગ્ન પાંચ વર્ષ થયા હતા, પરંતુ તેને કોઈ સંતાન નહોતું. એક ખાનગી મીડિયા ચેનલ સાથે વાત કરતા બાળકીના દાદી કલાબેન પટેલે જણાવ્યું હતું કે આરોપી કોમલ ચાંદલકરને ત્રણ મહિના પહેલા નોકરી પર રાખવામાં આવી હતી.   કોમલે શરૂઆતમાં બાળકોની સારી સંભાળ લીધી. જો કે, જ્યારે બાળકો તેની સંભાળ હેઠળ રડતા રહ્યા ત્યારે શંકા ઊભી થઈ. આ પછી, ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપે અગાઉ અમારા કોર્પોરેટરોને તોડવા 3 કરોડની ઓફર કરી હતી, ભાજપના ખરીદ-વેચાણથી જનતા વાકેફ છેઃ ઈસુદાન ગઢવી