Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેલવેની સર્વપ્રથમ સ્ટેક ડ્વાર્ફ કંટેનર ટ્રેન રાજકોટથી દોડાવવામાં આવી

રેલવેની સર્વપ્રથમ સ્ટેક ડ્વાર્ફ કંટેનર ટ્રેન રાજકોટથી દોડાવવામાં આવી
, સોમવાર, 9 જુલાઈ 2018 (14:01 IST)
ફોટો કેપ્શનઃ ભારતીય રેલવેની સર્વપ્રથમ ડબલ સ્ટેક ડ્વાર્ફ કંટેનેર ટ્રેનને રાજકોટ સ્ટેશન લાઇન નં. 7 પરથી પ્રસ્થાન સંકેત દર્શાવીને  રવાના કરતા નજરે પડે છે. રાજકોટ મંડળના ડીઆરએમ  પી બી નિનાવે, એડીઆરએમ  એસએસ યાદવ, સિનિ. ડીસીએમ  રવિન્દ્ર વાસ્તવ, સિનિ. ડીઓએમ  અનિભવ જેફ તથા અન્ય અધિકારી.

    રાજકોટ, પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળના રેલ પ્રબંધક  પી. બી. નિનાવે એ ભારતીય રેલવેની સર્વપ્રથમ ડબલ સ્ટેકડ્વાર્ફ કંટેનર ટ્રેનને પ્રસ્થાન સંકેત દર્શાવીને આજે સવારે 11.00 વાગે રાજકોટ રેલવે સ્ટેશન થી રવાના કરી. પોલીપોપલીન ગ્રેન્યુઅલ્સ ભરેલ કુલ 82 કંટેનર્સની આ ટ્રેન જામનગરથી લગભગ 27 કિ.મી. દૂર કાનાલુસ માં સ્થિત રિલાયન્સ રેલ સાઇડીંગ થી હરિયાણા રાજ્યમાં રેવાડી માટે બુક કરવામાં આવેલ છે. રેલવેને આ ડબલ સ્ટેડ્ કંટેનર સર્વિસ ટ્રેન દોડાવવાથી  એક વારમાં રૂ।. 18.50 લાખનું વધારાનું મહેસુલ પ્રાપ્ત થયેલ છે. હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રાજકોટ મંડળમાં પ્રતિ માસ 2 થી 3 ટ્રેન બુક કરવાની યોજના છે. જે ભવિષ્યમાં હજુ વધવાની શક્યતાઓ છે. 
    ડબલ સ્ટેક ઓછી ઉંચાઇનુ કંટેનર ઉંચાઇમાં 6 ફુટ 4 ઇંચ હોય છે. અને વિદ્યુતીકૃત માર્ગો પર પણ દોડે છે ઓછી ઉંચાઇના કન્ટેનર આકારમાં નાના છે. અને ડબલ સ્ટેક આંદોલનને સક્ષમ કરે છે. આ કંટેનરમાં અધિકત્તમ 30500 કિ.ગ્રા. સુધીનો સમાનનું લોડિંગ થાય છે. નિયમિત કંટેનર્સની સરખામણીએ આ કંટેનરની ઉંચાઈ 662 મી.મી. ઓછી હોય છે તથા પહોળાઇ 162 મી.મી. અધિક હોય છે. આમાં વોલ્યૂમ બાબતે પારંપરિક કંટેનરની સરખામણીએ લગભગ 67 ટકા વધુ ક્ષમતા છે. હાલમાં વધુ ઉંચાઉના હોવાના કારણે નિયમિત ડબલ સ્ટેક આઇએસઓ કંટનેર ભારતીય રેલવેના કેટલાક નક્કી કરેલા માર્ગો પર જ  દોડાવી શકાય કે જ્યારે આ ઓછી ઉંચાઇના કંટેનરને અધિકત્તમ માર્ગો પર સરળતાથી દોડાવી  શકાય છે. આ ડબલ સ્ટેક ઓછી ઉંચાઇના કંટેનરના ઉપયોગથી રોડની સરખામણીએ રેલ પરિવહન સસ્તુ હશે અને યુનિટ ખર્ચમાં ખુબ જ ઘટાડો થશે. હાલમાં લો ડેન્સીટી પ્રોડક્ટ જેમ કે પ્લાસ્ટીક, ગ્રેન્યુઅલ્સ, પીવીસી પોલીસ્ટીક ફેબ્રીક, વ્હાઇટ ગુડ્સ, એફએમસીજી ઉત્પાદનો, પોલીએથીલીન, ઓટોકાર વગેરેનું ટ્રાન્સ્પોર્ટેશન ખાસ કરીને રોડ માર્ગે થઇ રહ્યું છે. જે હવે ઓછી ઉંચાઇના કંટેનરમાં ટ્રાન્સપોર્ટેશન કરવાથી ખર્ચ ઓછો થવાના કારણે રેલવેને મળવાની આશા છે. સામાન્ય ટ્રાન્સ્પોર્ટેશન દર પર ડબલ સ્ટેક ઓછી ઉંચાઇનું કન્ટેનર ટ્રેન 50 ટકાથી વધુ મહેસુલ મેળવી શકે છે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે તાજમહેલમાં નમાજ પઢવા પર રોક - સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો