Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સળગતો ભડકો: ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો શું થયો ભાવ

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સળગતો ભડકો: ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો શું થયો ભાવ
, બુધવાર, 10 જાન્યુઆરી 2018 (16:22 IST)
દેશમાં ડીઝલ તેની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યું છે. દિલ્હી સહિત દેશમાં ડીઝલના ભાવમાં વધારો થતાં ડીઝલ રીટેઈલ પ્રાઈસ જૂના બધા રેકોર્ડ તોડી આંતરરાષ્ટ્રીય બજારમાં 68 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યું છે. જેના કારણે દેશમાં પણ ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.   જ્યારે કેન્દ્રે સ્થિતિ જોતા તેની એક્સાઈઝ ડ્યુટીમાં પેટ્રોલ પર લીટરે રૂપિયા 2નો ઘટાડો કર્યો છે. હવે રાજ્ય સરકારોની ફરજ છે કે તેઓ પોતાના વેટમાં ઘટાડો કરી લોકોને રાહત આપે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધારાથી દેશભરમાં તાત્કાલીક અસરથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો આવ્યો છે. જો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો અહીં ડીઝલનો ભાવ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને સૌથી ઉંચો એટલે કે લીટરે રૂપિયા 60.66 થયો છે. જ્યારે પેટ્રોલ રૂપિયા 70.53 સુધી પહોંચી ગયું છે. વૈશ્વિક ધોરણે તેલના ભાવમાં અવિરત વધારા પાછળ મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક એવા બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 35 સેન્ટ્સનો વધારો છે જે પ્રતિ બેરલ ડોલર 68.29એ પહોંચ્યું છે. જ્યારે યુએસ બેન્ચમાર્ક WTI પણ 47 સેન્ટ્સ વધીને 62.20 ડોલરની સપાટીએ પહોંચ્યો છે, જે મે 2015 પછી અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે. અમદાવાદમાં પેટ્રોલનો જૂનો ભાવ રૂપિયા 69.94 હતો જ્યારે નવો ભાવ રૂપિયા 70.00 થયો છે. ડીઝલ જૂનો ભાવ રૂપિયા 64.81 હતો જે વધીને રૂપિયા 64.95 થયો છે. ગાંધીનગરમાં પેટ્રોલ જૂનો ભાવ 70.11 હતો જે વધીને 70.17 પહોંચ્યું છે. જ્યારે ડીઝલ જૂનો ભાવ રૂપિયા 64.98 હતો જે વધીને રૂપિયા 65.13 થયો છે. વડોદરામાં પેટ્રોલનો જૂનો ભાવ રૂપિયા 69.65 હતો જેમાં વધારો થઈને રૂપિયા 69.71 થયો છે. જ્યારે ડીઝલનો જૂનો ભાવ રૂપિયા 64.52 હતો જેનો નવો ભાવ રૂપિયા 64.66 છે. સુરતમાં પેટ્રોલનો જૂનો ભાવ રૂપિયા 69.88 હતો જેમાં વધારો થઈને રૂપિયા 69.93 પહોંચ્યો છે. ડીઝલનો જૂનો ભાવ રૂપિયા 64.76 હતો જેમાં વધારો નોંધાવીને રૂપિયા 64.91 થયો છે. રાજકોટમાં પેટ્રોલનો જૂનો ભાવ રૂપિયા 69.80 હતો જેનો નવો ભાવ રૂપિયા 69.86 થયો છે. જ્યારે ડીઝલનો જૂનો ભાવ રૂપિયા 64.69 હતો જેનો નવો ભાવ 64.83 કરવામાં આવ્યો છે.ભુજમાં પેટ્રોલનો જૂનો ભાવ રૂપિયા 70.12 હતો જેનો નવો ભાવ 70.17 થયો છે. ડીઝલનો જૂનો ભાવ રૂપિયા 64.98 હતો જેમાં વધારો થઈને રૂપિયા 65.13 થયો છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેબિનેટ બેઠકમાં પરષોત્તમ સોલંકી સતત બીજી વાર ગેરહાજર રહેતાં અટકળો શરૂ