Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નર્મદાના ભચરવાડા ગામના મહિલા તલાટીને ગ્રામજનોએ બંધક બનાવ્યા

નર્મદાના ભચરવાડા ગામના મહિલા તલાટીને ગ્રામજનોએ બંધક બનાવ્યા
, ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (17:35 IST)
નર્મદાના ભચરવાડા ગ્રામ પંચાયત કચેરીમાં નવી વસાહતના નાગરિકોએ મહિલા તલાટીને બંધક બનાવી દીધા હતા. જેને લઇને પોલીસની મદદ લેવી પડી હતી. અત્યાર સુધી ભચરવાડા ગ્રામ પંચાયતમાં સામેલ નવી વસાહતના લોકોનો હવે કુંવરપરા ગામમાં સામેલ કરતા તેનો વિરોધ થતાં નવી વસાહતના લોકોએ ભચરવાડા ગ્રામ પંચાયત પહોંચીને હોબાળો મચાવ્યો હતો. લોકોએ મહિલા તલાટીને બંધક બનાવતા એલસીબી, એસઓજી અને રાજપીપળા પોલીસ ભચરવાડા ગામ પહોંચી હતી પોલીસે મામલો થાળે પાડીને મહિલા તલાટીને પોલીસ વાનમાં બેસાડી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. આ મહત્વના પ્રશ્નનો સત્વરે નિવેડો આવે તેવી માગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

EVM કલેક્ટર કચેરી ખાતે જમા કરાવવા માટે લઈ જતી ટ્રક ભરૂચ પાસે પલટી