Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવામાન ખાતાએ કરી ગુજરાતમાં આગામી બે દિવસમાં કોલ્ડવેવની આગાહી

હવામાન ખાતાએ કરી ગુજરાતમાં આગામી બે દિવસમાં કોલ્ડવેવની આગાહી
, મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (14:02 IST)
ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. રાજ્યમાં ઉત્તરપૂર્વથી પૂર્વમાં ઠંડા પવન સરકયુલેશનથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થતા સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.

તો આગામી 2-3 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 10 થી 19 ડિગ્રીની આસપાસ પહોંચ્યું હતુ. નલીયામાં 10.4 ડિગ્રી,કંડલા અને માંડવીનું 11.5 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યુ હતુ. જ્યારે રાજ્યનું સૌથી ઓછું તાપમાન ગાંધીનગર અને અમદાવાદ સહિત ડીસા, વલસાડનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહ્યું હતુ.
રાજ્યમાં ઉત્તર – પૂર્વ થી ઉત્તર તરફ ઠંડા પવનના સર્કયૂલેશનના કારણે મોટા ભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટ લઘુતમ તાપમાન 15.7 તો મહત્તમ તાપમાન 33.7 છે ત્યારે ઠંડીના ચમકારાની અસર રાજકોટવાસીઓને થઇ રહી છે.
હિમાચલ પ્રદેશના ઉંચાઈવાળા વિસ્તારોમાં નવેસરથી બરફવર્ષા થવાના પગલે ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તીવ્ર ઠંડી પડી. જમ્મુ- શ્રીનગર હાઇવે પાંચ દિવસ પછી એકતરફી ચાલુ કરાયો હતો. જયપુર- આગ્રા નેશનલ હાઇવે પર ગાઢ ધુમ્મસને પગલે 35 વાહનો એકબીજા સાથે અથડાઈ પડતાં એક બાઇકનું મોત થયું હતું અને 45 ઘાયલ થયા હતા.
તો પાટનગર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી નોંધાયું અને મહત્તમ તાપમાન 21.1 ડિગ્રી નોંધાયું હતું. કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં બરફ વર્ષા અને વરસાદ થતા તાપમાનનો પારો નીચો ગયો હતો. લેહમાં લઘુત્તમ તાપમાન માઇનસ 5.2 ડિગ્રી નોંધાયું હતું. ગુલમર્ગમાં માઇનસ 4 ડિગ્રી અને અન્ય સ્થળોએ તાપમાનનો પારો શૂન્યની નજીક રહ્યો હતો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બજેટ 2017 - 93 વર્ષમાં પહેલીવાર રેલ બજેટ જુદુ રજુ નહી થાય, જાણો Budget સાથે જોડાયેલી રોચક વાતો