Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat Rain Update Live - સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોની મેઘરાજાને પ્રાર્થના, હવે ખમ્મા કરો

Gujarat Rain Update Live - સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોની મેઘરાજાને પ્રાર્થના, હવે ખમ્મા કરો
, ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (08:17 IST)
ગુલાબ વાવાઝોડાને પગલે ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ છે. બીજી બાજુ શાહીન વાવાઝોડાનુ સંકટ પણ તોળાય રહ્યુ છે. વરસાદનો છેલ્લો રાઉન્ડ ગુજરાતના ઘણા વિસ્તારો માટે આશીર્વાદરુપ બનીને આવ્યો છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છના વિસ્તારો સિઝનના 100% વરસાદને આંબી ગયા છે અથવા તો તૈયારીમાં છે. આમાં પણ રાજકોટ (122%) અને જામનગર (125%) માથે તો અતિવૃષ્ટિનું સંકટ સર્જાયું છે.
 
- રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સિઝનનો 100%થી વધુ વરસાદ પડી ગયો 
- અરવલ્લીમાં રાજ્યનો સૌથી ઓછો 62%, ડાંગમાં 66% જ વરસાદ, મધ્યમાં પણ હજી એક વ્યવસ્થિત રાઉન્ડની જરૂર

webdunia

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદી સ્થિતી અને પવનની ગતિને કારણે સર્જાયેલી હળવા દબાણની પરિસ્થિતીની સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. તેમણે ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, ભાવનગર, અમરેલી ભરૂચ સહિતના વિસ્તારોમાં થયેલા વ્યાપક વરસાદ અને ઝડપી પવનથી કોઇ મોટું નુકશાન કે જાનહાનિ ના થાય તે માટેની સંબંધિત જિલ્લા તંત્રો અને રાજ્ય સરકારના વિભાગોની સજ્જતા સતર્કતા અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી હતી.
webdunia

- બંગાળના અખાતમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ગુલાબની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતા વધી હતી. જેના કારણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો 
- 196 તાલુકામાં વરસાદ, 200 રસ્તા બંધ, વિસાવદરમાં 10, હાંસોટ 8 ઇંચ વરસાદથી ઘટ હવે 3% 
- ગીર જંગલમાં 12 ઇંચ પાણી પડ્યું, ભરૂચમાં સતત 14 કલાક વરસાદ
- 2 દિવસ 60થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે
- હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 60થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે એવી આગાહી કરી હતી. દરમિયાન સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે એકલા રાજકોટ જિલ્લામાં 27માંથી 21 જળાશયો ઓવરફ્લો થયા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bhawanipur Bypoll: ઘારા 144 વચ્ચે મતદાન શરૂ, આજે CM મમતાનુ ભાવિ ઘડાશે, સામે છે બીજેપીની પ્રિયંકા ટિબરેવાલ