Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોલીસ ભરતીની પરીક્ષાની દોડ જીવનની અંતિમ દોડ બની ગઈ

પોલીસ ભરતીની પરીક્ષાની દોડ જીવનની અંતિમ દોડ બની ગઈ
, ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (18:04 IST)
અમરેલીમાં પોલીસ ભરતી દરમિયાન દોડતી વખતે જૂનાગઢના યુવાનનું મોત થતાં ચકચાર મચી છે. પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ ઉપર દોડતા દોડતા યુવક જમીન પર પડી ગયો હતો.જે બાદ તેને ડૉક્ટર દ્વારા મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.  
 
મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લામાં રહેતો અમિત જોટવા નામનો ઉમેદવાર પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે અમરેલી સ્થિત મેદાનમાં દોડવા માટે આવ્યો હતો. અમિતે દોડ શરૂ કર્યા બાદ થોડી જ વારમાં ગ્રાઉન્ડ ઉપર પટકાયો હતો. જ્યાં જોત જોતમાં યુવક કે દુનિયામાંથી શ્વાસ છોડી દીધો હતો. હાજર પોલીસ જવાનો દ્વારા અમિતને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરવામાં આવતા પરિવાર પણ હાલ આઘાતમાં સરી પડ્યો છે. સરકારી ભરતીની આ દોડ યુવાન માટે જિંદગીની છેલ્લી દોડ બની ગઈ તેમ કહી શકાય. 

પોલીસ ભરતી માટે હાલ રાજ્યમાં પ્રેકટિકલ પરીક્ષા યોજાઈ રહી છે. અમરેલીના પોલીસ હેડકવાર્ટર પર આજે પરીક્ષા ચાલી રહી હતી. જેમાં જૂનાગઢ જિલ્લાનો રહેવાસી અમિત જોટવા નામનો ઉમેદવાર પણ સામેલ થયો હતો. અમિતે દોડ શરૂ કર્યા બાદ થોડી જ વારમાં તે ઢળી પડ્યો હતો. અમિતને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
 
દોડની પરીક્ષા દરમિયાન ઉમેદવારનું મોત થતા જિલ્લા પોલીસ વડા પણ દોડી આવ્યા હતા. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.
 
લોકરક્ષક દળની લેખિત પરીક્ષાને લઈને છેલ્લા કેટલાક સમયગાળાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે ગઈકાલે લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને મહત્વની જાણકારી આપી હતી. જો શારીરિક કસોટી સમય પત્રક મુજબ પૂર્ણ થાય તો 13, 20 અથવા 27 માર્ચના લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા લેવાનું આયોજન છે. આ દિવસોમાં GPSC તથા ગૌણ સેવાની પરીક્ષા ના હોય તેવી તારીખ પસંદ કરવામાં આવશે. તે વખતની કોરોનાની સ્થિતિ પણ ધ્યાનમાં લેવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bengal Train Accident: મૈનાગુડીમાં પાટા પરથી ઉતરી પટના-ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ, મોટી સંખ્યામા થયા લોકો ઘાયલ