Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સમગ્ર ગુજરાતમાંથી સુરતમાં હોમ ક્વોરોન્ટાઈનના સૌથી વધુ 4331 કેસ

સમગ્ર ગુજરાતમાંથી સુરતમાં હોમ ક્વોરોન્ટાઈનના સૌથી વધુ 4331 કેસ
, શનિવાર, 28 માર્ચ 2020 (12:52 IST)
સમગ્ર રાજ્યમાં સુરત જ એક એવું શહેર છે કે ત્યાં સૌથી વધુ 4331 હોમ ક્વોરોન્ટાઈન કેસો નોંધાયા છે. આ સાથે લોક ડાઉનની સ્થિતિમાં સોશિયલ ડિસ્ટંન્સીસ માટે આજે વધુ 995 સોસાયટીઓ માટે 1321 લારી-ટેમ્પો થકી શાકભાજી-ફળફળાદી પુરા પાડવા વ્યવસ્થા કરાઈ છે. એકલા રહેતાં લોકો માટે ટિફીન સર્વિસ પણ શરૂ કરાઈ છે.  
અત્યાર સુધીમાં 1350 કીલો ચોખા, તુવેરદાળ, ઘઉં તમામ ઝોનના કોમ્યુનિટી હોલમાં અપાયા છે જે જરૂરિયાતમંદને અપાઇ રહ્યું છે. ઉપરાંત પાલિકાએ ખાસ કરીને એકલા રહેતાં હોય તે તમામ માટે ટિફીન સર્વિસ શરૂ કરી છે તેમાં 600 ગ્રુપનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નોટબંધી અને જીએસટી પછી શહેરના ઉદ્યોગોની હાલત કફોડી બની છે. જેની સીધી અસર રીઅલ એસ્ટેટ સેક્ટર પર જોવા મળી છે. શહેરમાં હજારો ફ્લેટ્સ બનીને તૈયાર છે, ત્યારે હાલ ચાલી રહેલી કોરોનાની સ્થિતિ વધુ વણસે તો તે ખાલી ફ્લેટ્સને હોમ કોરેન્ટાઈન તરીકે ઉપયોગ કરી શકાશે.
આરોગ્ય સચિવ જયંતિ રવિએ શુક્રવારે જણાવ્યું છે કે છેલ્લાં 24 કલાકમાં એક પણ પોઝિટીવ કેસ રાજ્યમાં નોંધાયા નથી. તે વાતનો હાશકારો સમગ્ર રાજ્યમાં છે. આ અંગે સુરત ક્રેડાઈના જસમત વિડીયા સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું છે કે, શહેરમાં અંદાજે 15,000થી વધુ ઘરો એવા છે જે બનીને તૈયાર હોવાની સાથે શહેરના છેવાડે આવેલા છે. ઉલ્લેખનીય છે કે, તેનો ઉપયોગ આવનારા દિવસોમાં કોરેન્ટાઈન વોર્ડ તરીકે થઈ શકે તેમ છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિતના 6 નવા કેસ, કુલ આંકડો 53, સ્થાનિક ટ્રાન્સમિશનમાં વધારો