Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડાપ્રધાન ભરૂચમાં અદ્યતન આઇકોનિક બસ ટર્મિનલનો શિલાન્યાસ કરશે:-

વડાપ્રધાન  ભરૂચમાં  અદ્યતન આઇકોનિક બસ ટર્મિનલનો શિલાન્યાસ કરશે:-
, મંગળવાર, 7 માર્ચ 2017 (10:27 IST)

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભરૂચમાં રૂા.૯૨.૬૭ કરોડની પ્રોજેકટ કોસ્ટ સાથે પીપીપી ધોરણે નિર્માણ થનારા અદ્યતન આઇકોનિક બસ ટર્મિનલનો મંગળવાર ૭મી માર્ચે શિલાન્યાસ કરશે. પીએમ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળતા હતા ત્યારે તેમણે બસ સ્ટેશનોનો આધુનિક કાયાકલ્પ કરવાનું આગવું વિઝન વિકસાવ્યુ હતું.  ગુજરાત સરકારે પ્રધાનમંત્રીના આ વિઝનને અનુરૂપ આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ સમકક્ષ સુવિધાયુકત ૬ સ્ટેટ ઓફ ધ આર્ટ બસ ટર્મિનલ અમદાવાદમાં ગીતામંદિર અને રાણીપવડોદરામાં વડોદરા સેન્ટ્રલ બસ મથક અને મકરપુરામહેસાણા અને સુરત ખાતે નિર્માણ કર્યા છે.  મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે હવે આ જ પરિપાટીએ જિલ્લાકક્ષાના વધુ ૧૦ બસ ટર્મિનલ વિકસાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે પીપીપી ધોરણે આધુનિક કાયાકલ્પથી નિર્માણ પામનાર ૧૦ બસ ટર્મિનલોમાં અમરેલીભુજજુનાગઢરાજકોટનડીયાદનવસારીમોડાસાપાટણ તથા પાલનપુર બસ મથકોને કુલ રૂા. ૯૧૩.૩૦ કરોડના અંદાજીત પ્રોજેકટ ખર્ચ સાથે વાણિજ્યક સુવિધાઓ સહિત વધુ સુવિધાસભર બનાવવામાં આવશે.  ડિઝાઇનબિલ્ટફાઇનાન્સ ઓપરેટ અને ટ્રાન્સફરના મોડેલ અંતર્ગત તૈયાર થનારા આ બસ સ્ટેશન્સમાં ડીઝીટલ ડીસપ્લે સાથે આવાગમનની ફેસીલીટી ઉપરાંત વેરીએબલ મેસેજ સાઇન બોર્ડસી.સી. ટીવી કેમેરાસર્વેલન્સ સીસ્ટમડીલક્ષ પ્રતિક્ષા ખંડટુરીસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટરકલોક રૂમ વિગેરેની મુસાફર સુવિધાઓ ઉપરાંત રેસ્ટોરન્ટફુડ કોર્ટપ્લાઝાબજેટ હોટલ અને મલ્ટીપ્લેક્ષની વાણિજ્યક સુવિધાઓ તથા ગુજરાત એસ.ટી. કોર્પોરેશન માટે વહીવટી ઓફીસપાર્સલ રૂમરૂટીન મેઇન્ટેનન્સ વર્કશોપ અને ફયુઅલ સ્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે.  રાજ્ય સરકારે આવી અદ્યતન સુવિધાઓ સાથેના આ ૧૦ બસ ટર્મિનલના નિર્માણ સાથે ૩૦ વર્ષ સુધી સારસંભાળ-મરામતની કામગીરી સ્વચ્છતાના ઉચ્ચતમ ધોરણો સાથે જાળવવાનું પણ સુદ્રઢ આયોજન કર્યું છે. અત્રે  નિર્દેશ કરવો આવશ્યક છે કેમુસાફર નાગરિકોને બસ મથકોમાં સમયાનુકુલ આધુનિક સુવિધાઓ પૂરી પાડીને યાતાયાત સગવડો અને મુસાફરલક્ષી સહુલિયતમાં વધારો કરવા મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત આયોજનમાં આ વર્ષે અંતરિયાળ વિસ્તારોના ગ્રામીણ મુસાફરો માટે એસ.ટી.નિગમ ૧૬૦૦ નવી બસ શરૂ કરશે. દરરોજ અંદાજે ૮૩ હજારથી વધુ નાગરિકોને આના પરિણામે વાહનવ્યવહારનો લાભ મળશે. રાજ્યના બજેટમાં આ માટે રૂ. ૪૧૦ કરોડ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.  


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખુશ ખબર... હવેથી મિનરલ વોટર દરેક સ્થળે એક જ રેટ પર મળશે ...